અમરેલી: ૫ પાલિકામાં ૫૦.૮૬, જિ.પં.માં ૫૨.૦૭, તા.પં. ૫૨.૦૨ ટકા મતદાન

  • March 01, 2021 02:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે અમરેલી જિલ્લા પંચાયત તથા પાલિકા માટે યોજાયેલ મતદાનમાં પલિકામાં ૫૫.૪૮ ટકા તથા પંચાયતમાં ૫૨.૪૨ ટકા મતદાન થયું હતું. અમરેલી જિલ્લા પંચાયત તથા જિલ્લાની ૧૧ તાલુકા પંચાયત માટે તેમજ ૫ નગરપાલિકા માટે ગઈકાલે થયેલા શાંતિપૂર્ણ અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થયેલા મતનદામાં ૧૦૬૫ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે જિલ્લા અને શહેરની જનતાએ કોની તરફેણમાં ચુકાદો આપ્યો છે તે આવતીકાલે સ્પષ્ટ થઈ જશે.


ગઈકાલે સવારે ૭ કલાકે શરૂ થયેલ મતદાન શરૂઆતમાં નિરાસાજનક રહ્યું હતું પણ બપોરના ૧૨ પછી મતદાનમાં ગતિ વધી હતી. સમગ્ર ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના બની ન હતી. શાંતિપૂર્ણ રીતે થયેલા મતદાનમાં જાફરાબાદના કઠિયાળી ઈવીએમ બગડતા બદલવું પડયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS