અમરેલી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને લઇ તંત્ર સજ્જ

  • February 27, 2021 02:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાયદાઓના ભરમાર વચ્ચે જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયા પણ અમરેલી શહેરની શાંતીપ્રિય જનતા પોતાનું મન કળવા દેતી નથી. રેલીઓ યોજી, સભાઓ યોજી, મતદારોને લલચાવવાના અનેક પ્રયાસો થયા. આજે કતલની રાત આવતીકાલે મતદાન માટે એસટી દ્વારા પચાસ જેટલી બસો ફાળવી દેતા મુસાફરોમાં દેકારો. મોટાભાગના ગ્રામ્ય રૂટો રદ્દ. એસટી તંત્ર દ્વારા બગસરા, ધારી, વડીયા, બાબરા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, લાઠી તેમજ અમરેલીના મોટાભાગના ગામડાઓના રૂટ કપાયા.


અમરેલી જિલ્લા પંચાયત તેમજ ૧૧ તાલુકા પંચાયતો તથા ૫ નગરપાલિકા કુલ ૧૭ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ત્યારે ૧૧.૩૨ લાખ મતદારો ૧૩૬૨ મતદાન મથકો ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે બપોરના સમયથી પ્રતાપરાય આર્ટસ કોલેજ, અમરેલી ખાતેથી એસટી બસો ઇવીએમ મશીનો તથા સ્ટાફ સાથે મતદાન બુથ સુધી સાંજ સુધીમાં પહોંચી જશે. આવતીકાલે યોજાનાર આ ચૂંટણીમાં અમરેલી જિલ્લા પંચાયત તેમજ તમામ ૧૧ તાલુકાઓમાં મતદાન યોજાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS