જસદણ અને વીંછિયા તાલુકામાં સિંચાઈના કામો માટે ૫.૨૫ કરોડની રકમ મંજૂર

  • September 06, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જસદણ અને વિંછીયા તાલુકામાં સિંચાઈના કામો માટે જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નવા ચેકડેમ અને કેનાલ મરામતના કામો માટે ૫.૨૫ કરોડની રકમ મંજુર કરી છે.
જસદણ અને વિંછીયા તાલુકો પાણીની કાયમી અછત વાળા તાલુકાઓ છે, તાલુકાઓમાં પાણીના સંગ્રહ માટે પુરતા ચેકડેમ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી તાલુકાના ખેડુત સહિતના લોકોને ખેતી તથા પીવાના પાણીની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેના ઉકેલ માટે ધારાસભ્ય અને જળસંપતિ મંત્રીને રજુઆતો કરવામાં આવતી હતી.રજુઆતના અનુંસંધાને જસદણ તાલુકાના કનેસરા ગામે વીડી બોળીયા સોલીયા હનુમાન સેલુ (ચેકડેમ) પાસે ૩૯મી લંબાઈ અને ૬ મીટરની ઉંચાઈ વાળા પાકા ચેકડેમ માટે રૂા.૫૦ લાખ અને વિંછીયા તાલુકાના ફુલઝર ગામે ટપકેશ્ર્વર પાસે ૨૭ મીટર લંબાઈ અને ૬ મીટર ઉચાઈના પાકા ચેકડેમ બનાવવા માટે રૂા.૫૦ લાખની રકમ મંજુર કરી છે. આ કામો કરવા માટે ખેડુત સહીતના લોકોનો વરસો જુના પ્રશ્ર્ન ઉકેલાયો છે.વિંછીયા તાલુકામાં મહત્વના ગામોમાં કેનાલ મરામતના કામ કરવા માટેની રજુઆતને ધ્યાને લઈ સનાળા ગામે કેનાલ મરામતના કામ માટે ા. ૩૯.૫૫ લાખ, હાથસણી ગામે કેનાલ મરામત માટે રૂા.૧૮૧.૪૬ લાખ અને દેવધરી કેનાલ મરામતના કામ માટે રૂા.૨૦૯.૫૧ લાખની રકમને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.બંને તાલુકાઓમાં સિંચાઈ વિભાગના મહત્વના કામો મંજુર થતાં ખેડુત સહીતના લોકોમાં આનંદની લાગણી પ્રવર્તતેલ છે અને ધારાસભ્ય અને જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યકત કર્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application