કુખ્યાત બુકી રાકલાના ભત્રીજા સહિત ત્રણની આઈડીમાં રા.લો. સંઘના પૂર્વ ડિરેકટર સહિત 28ના કરોડોના સોદા

  • January 27, 2024 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત બુકી રાકેશ ઉર્ફે રાકલા રાજદેવના ભત્રીજા આંગડિયા પેઢી સંચાલક તેજશ રાજુભાઈ રાજદેવ તથા પોપટ બંધુ અમિત ઉર્ફે મોન્ટુ ખમણ દીપકભાઈ તથા નિરવના માસ્ટર આઈડીમાં ચાલતા ક્રિકેટ સટ્ટાના પકડેલા રેકેટમાં રાજકોટ લોધીકા સંઘના પૂર્વ ડિરેકટર મહેશ આસોદરિયા સહિત જેતપુર, મોરબી, વાંકાનેર, સુરત, અમરેલી સહિતના 28 ખેલીઓના કરોડોના વ્યવહારો ખુલ્યા છે.
ક્રાઈમ બ્રાંચે ત્રણ દિવસ પહેલા સુકેતુ ભુતા, ભાવેશ ખખ્ખર, નિશાંત ચગને ક્રિકેટ સટ્ટામાં પકડી પાડયા હતા. ત્રણેના મોબાઈલમાં તેજશ રાજદેવની માસ્ટર આઈડી તેમજ અમિત તથા નિરવની આઈડી નીકળી હતી. હાલ તો આ ત્રણેય બુકીઓ ફરાર છે. પકડાયેલી ત્રિપુટીમાં ભાવેશ, નિશાંતનો 24 કલાક બાદ છૂટકારો થયો હતો. જયારે સૂકેતુ ભૂતાને થોડો તપાવાયો અને બે દિવસ બાદ ગુવારે સાંજે મુક્તિ મળી હતી.

મોબાઈલની તપાસ દરમિયાન ચેરિબેટ-9 ડોટ કોમ આઈડીમાં 19,98,32,642ની બેલેન્સ નીકળી છે જેમાં જેતપુરના પીન્ટુ, રાજકોટના ચંદ્રેશ, સંજય, ગુલુ, પિયુષ, પ્રથમેશ, જયેશ તેમજ સુરતના પીનકેશ વાણિયા, સંજય, અંકલેશ્ર્વરના સાજીદ, મોરબીના ગોરાંગ, અમરેલીના પરાગ તથા ડેમો, નિનાદ માંડલ નામના ટૂંકા નામો મળ્યા છે.


જયારે મેજીક એકસચેન્જ ડોટ કોમ આઈડીમાં 3,42,36,313ની બેલેન્સ છે. રાજકોટ-લોધીકા સંઘના પૂર્વ ડિરેકટર મહેશ આસોદરિયા કે જે અગાઉ પણ ક્રિકેટ સટ્ટામાં આવી ચૂકયો હતો તેનું ફરી નામ આઈડી બેલેન્સમાં નામ આવ્યું છે. આ ઉપરાંત સાવરકુંડલાના કિસાન, કુમાર, વાંકાનેરના રાજુ સોમાણી, રાજકોટના પ્રથમેશ, નિશાંત છગ, કે.કે., એલ.કે., રીભાઈ રાજુલા, તેલીભાઈ અમરેલી, ઈમરાન જતીન, પરાગ, પંકજના ટરૂંકા નામો મોબાઈલમાંથી નીકળ્યા છે.
રા.લો.સંઘના પૂર્વ ડિરેકટર મહેશ આસોદરિયા સહિત 28 ટૂંકાનામ ધારી ઈસમો આમ તો પોલીસની નજરમાં હોય જ કે પુરા નામો જાણતી જ હોય પરંતુ ઓફિસિયલી આ ટૂંકા નામો કોણ? તે પુરા નામ શોધીને આ 28 લાખેણા ઈસમોને તેડા મોકલાશે. તપાસ અને પૂછપરછના નામે તલમાં કેટલું તેલ છે તે ચકાસીને તપાસનું તેલ કાઢવામાં આવશેની ચચર્િ છે.અત્યાર સુધી ત્રણેય બુકીઓમાંથી એક પણ હજી પોલીસના હાથમાં આવ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application