જયાએ જણાવી ફીલિંગ, કહ્યું- 'અમે ક્યારેય અડજસ્ટ નથી કરી શક્યા કે શ્વેતા હવે બચ્ચન નથી
બચ્ચન ફેમિલી આજકાલ ચર્ચામાં છે. પાછલા ઘણા દિવસોથી એવા સમાચાર છે કે અમિતાભ બચ્ચન-જયા બચ્ચનનો દીકરો અને પુત્રવધૂ પોતાના લગ્નજીવનથી ખુશ નથી. અભિષેક-ઐશ્વર્યા રાયની મેરિડ લાઇફમાં તણાવ છે. આ બધા વચ્ચે જયા બચ્ચનનું એક નિવેદન હાલ ચર્ચામાં છે, જેમાં તેમણે કહ્યું હતું કે, ઐશ્વર્યા રાયને પોતાની આસપાસ જોઇને બિગ બી શું અનુભવે છે.
ક્યૂટ કપલ અભિષેક-ઐશ્વર્યા રાયના લગ્ન 20 એપ્રિલ 2007માં થયા હતાં. કપલને 14 વર્ષની દીકરી આરાધ્યા છે. જો કે, પાછલા કેટલાંક દિવસોથી કપલને લઇને ઘણા નેગેટિવ સમાચાર આવી રહ્યાં છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે કપલના 17 વર્ષના લગ્ન જોખમમાં છે. તેવામાં ફેન્સ આ જોડીને લઇને પરેશાન છે.
આ બધાની વચ્ચે જયા બચ્ચનનું એક નિવેદન ઘણી ચર્ચામાં આવી રહ્યું છે, જેમાં તે અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા વચ્ચેના બોન્ડિંગ વિશે વાત કરી રહી છે.
જયા બચ્ચનનું આ નિવેદન પણ જૂનું છે. જ્યારે એશના નવા લગ્ન થયા હતા અને તે બચ્ચન પરિવારમાં પુત્રવધૂ તરીકે સામેલ થઇ હતી. તે જ સમય દરમિયાન જયા બચ્ચને કરણ જોહરના ટોક શો ‘કોફી વિથ કરણ’માં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પુત્રવધૂ અને પુત્ર વચ્ચેના સંબંધો તેમજ પુત્રવધૂ પરિવાર સાથે કેવી રીતે રહે છે તે વિશે ખુલીને વાત કરી હતી. આ સાથે તેણે અમિતાભ અને એશ વચ્ચેના સંબંધોના ઘણા રહસ્યો પણ જાહેર કર્યા.
‘કોફી વિથ કરણ’માં જયાએ પોતાના જીવનની એક સુંદર ક્ષણ શેર કરી હતી. જયા બચ્ચને કહ્યું કે, જ્યારે તેમની દીકરી શ્વેતા બચ્ચનના લગ્ન થયા, ત્યારે અમિતાભ બચ્ચનના જીવનમાં એક ખાલીપો આવી ગયો અને તે ખાલીપો ત્યારે ભરાઈ ગયો જ્યારે ઐશ્વર્યા રાય તેમની વહુ બનીને તેમના ઘરે આવી, તે જ્યારે પણ તેને જુએ છે ત્યારે તે ખુશ થઈ જાય છે. તેણે ક્યારેય એશને તેની વહુ તરીકે જોઇ નથી. તે હંમેશા એશને દીકરીની જેમ જુએ છે.
આ સાથે જ પોતાના પતિ અમિતાભ બચ્ચન વિશે વાત કરતા જયાએ કહ્યું કે જ્યારે પણ તે તેની વહુ ઐશ્વર્યાને ઘરમાં જુએ ત્યારે તેમની આંખો ચમકી જતી. જાણે તે શ્વેતાને ઘરે આવતી જોઈ રહ્યા હોય. શ્વેતાના જવાથી પડેલો ખાલીપો ઐશ્વર્યાએ ભરી દીધો છે. અમે તે ક્યારેય એડજસ્ટ કરી શક્યા નથી કે શ્વેતા પરિવારમાં નથી, તે બહાર છે અને તે બચ્ચન નથી. આ ખૂબ જ મુશ્કેલ છે.
જણાવી દઈએ કે જયાને જ્યારે પણ તક મળે છે ત્યારે તે પોતાના પરિવાર વિશે વાત કરે છે. એકવાર મેગેઝિન સાથે વાત કરતી વખતે, જયાએ તેની પુત્રવધૂ એશના વખાણ કર્યા અને તેને એક શાનદાર મોમ કહી. રિપોર્ટ્સ અનુસાર, તેણે કહ્યું હતું કે, ‘તે પોતે ઈન્ડસ્ટ્રીમાં એક મોટી સ્ટાર છે, તેમ છતાં તે પોતાના પરિવારને ઘણું મહત્વ આપે છે. તે એક મજબૂત મહિલા છે. આ સાથે જયાએ કહ્યું કે એશ એક કમાલની માતા છે અને તે તેની દીકરીની પૂરતી સંભાળ રાખે છે અને બધા કામ જાતે જ કરે છે.
જયા બચ્ચનની દીકરી શ્વેતા જ્યારે તેના ભાઈ અભિષેક સાથે ‘કોફી વિથ કરણ’માં પહોંચી હતી ત્યારે તેણે એશ વિશે ખૂબ જ સકારાત્મક વાતો કહી હતી. તેણે એશને અદ્ભુત માતા પણ કહી. તેણે કહ્યું હતું કે તે જે રીતે આરાધ્યાનું ધ્યાન રાખે છે. આ જોઈને અમને પણ નવાઈ લાગે છે. તે ખૂબ જ કેરિંગ મોમ છે. તે મારા બાળકો અને આરાધ્યામાં કોઈ ફરક નથી રાખતી. આ તેની બેસ્ટ ક્વોલિટી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech