ફેડરલ ખર્ચ ઘટાડવાના અભિયાનનું નેતૃત્વ કરવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પસંદ કરાયેલા પ્રખ્યાત અબજોપતિ ઈલોન મસ્કે ચેતવણી આપી છે કે જો અમેરિકા તેનું બજેટ ઘટાડશે નહીં, તો દેશ નાદાર થઈ શકે છે. ટ્રમ્પ્ની નવી સરકાર દ્વારા બનાવવામાં આવેલી એજન્સી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડોજ) ના વડાએ ઇટ હાઉસ ખાતે ટ્રમ્પ સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. મસ્કની આ ચેતવણીને કારણે ટ્રમ્પ્નું ટેન્શન વધવાનું સ્વાભાવિક છે.
મસ્કે ખાસ કરીને દેશની વધતી જતી બજેટ ખાધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જે ગયા નાણાકીય વર્ષમાં 1.8 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે સંઘીય ખર્ચમાં ઘટાડો હવે વિકલ્પ નથી પણ જરૂરિયાત છે. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રની આ કડક નાણાકીય નીતિઓ કાનૂની વિવાદોમાં ફસાઈ રહી છે.
ટ્રમ્પે તાજેતરના અઠવાડિયામાં સરકારી ખર્ચ ઘટાડવાના હેતુથી અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કયર્િ છે. પરંતુ તેમની નીતિઓને કારણે ઘણી ફેડરલ એજન્સીઓ બંધ થઈ ગઈ છે. તેમના કર્મચારીઓને ઘરે મોકલવામાં આવ્યા છે. પરિણામ એ આવ્યું કે આ નિર્ણયોને અમેરિકાની ઘણી અદાલતોમાં પડકારવામાં આવ્યા. વિપક્ષી નેતાઓ અને ઘણા સામાજિક સંગઠનોએ આને સત્તાનો ગેરકાયદેસર દુરુપયોગ ગણાવ્યો છે અને ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કેસ દાખલ કયર્િ છે.
આ વિવાદ વચ્ચે, ઈલોન મસ્ક પર હિતોના સંઘર્ષનો પણ આરોપ મૂકવામાં આવી રહ્યો છે, કારણ કે તે સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ પણ છે, જેમના યુએસ સરકાર સાથે ઘણા મોટા કરાર છે. જ્યારે આ બાબત વિશે પૂછવામાં આવ્યું ત્યારે મસ્કે કહ્યું કે તેઓ સંપૂર્ણ પારદર્શિતા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ડોજ ટીમના બીજા એક નિર્ણયથી ટીકાકારોમાં ચિંતા વધી છે. અહેવાલો અનુસાર, આ એજન્સીએ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા લાખો અમેરિકન નાગરિકોની વ્યક્તિગત અને નાણાકીય માહિતી સુધી પહોંચ મેળવી છે. આ ખુલાસા પછી, ઘણા સાંસદો અને માનવાધિકાર સંગઠનોએ તેનો સખત વિરોધ કર્યો છે.
હાલમાં, આ મુદ્દા પર ટ્રમ્પ વહીવટીતંત્ર અને અમેરિકન અદાલતો વચ્ચે સીધો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટ્રમ્પ અને મસ્કની ઘટાડા યોજનાઓ કાનૂની પડકારોને દૂર કરવામાં સક્ષમ બનશે કે પછી કોર્ટ દ્વારા તેમને આંચકો લાગશે.અમેરિકા તેનું બજેટ ઘટાડશે નહીં તો દેશ નાદાર થઈ જશે: ઈલોન મસ્ક
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech