યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી: રીમુવલ ફ્લાઇટમાં તમામ પુરુષો અને સ્ત્રીઓ પુખ્ત વયના
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ડીએચએસ)ના એક વરિષ્ઠ અધિકારીએ ગઈકાલે જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરે પૂરા થતા નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન યુ.એસ.માં ગેરકાયદેસર રીતે રહેતા લગભગ 1,100 ભારતીય નાગરિકોને ચાર્ટર અને કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા. વર્ચ્યુઅલ બ્રીફિંગમાં યુએસ ડીએચએસ આસિસ્ટન્ટ સેક્રેટરી ફોર બોર્ડર એન્ડ ઇમિગ્રેશન પોલિસી રોયસ મુરેએ 22 ઓક્ટોબરે ભારતીય નાગરિકોના જૂથને દેશનિકાલ કરનાર ચાર્ટર ફ્લાઇટ સંબંધિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે રીમુવલ ફ્લાઇટમાં કોઈ સગીર નહોતા. આ તમામ પુરુષો અને સ્ત્રીઓ પુખ્ત વયના હતા.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 22 ઓક્ટોબરની ચાર્ટર ફ્લાઇટ પંજાબમાં લેન્ડ કરવામાં આવી હતી. જો કે તેમણે જણાવ્યું ન હતું કે ફ્લાઇટ ક્યાંથી આવી હતી અથવા આ દેશનિકાલ કરાયેલા લોકોનું મૂળ ક્યાં હતું. જ્યારે તેમને 22 ઓક્ટોબરના રોજ દેશનિકાલ કરવામાં આવેલા લોકોની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ફક્ત એટલું જ કહ્યું કે લગભગ 100 લોકોને ચાર્ટર ફ્લાઈટ્સમાં મોટા પ્રમાણમાં બહાર કાઢવાના હતા.
યુએસ હોમલેન્ડ અધિકારીઓએ તે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોના જૂથને દેશનિકાલ કરવાની જાહેરાત કયર્નિા દિવસો પછી આ ઘટના બની છે. યુ.એસ.માં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને પાછા મોકલવા અંગેના પ્રશ્નના જવાબમાં મુરેએ કહ્યું કે 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા યુએસ નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 1,100 ભારતીય નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા છે. યુએસ નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે અને 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થાય છે.
ડીએચએસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2024માં, ડીએચએસએ 1,60,000 થી વધુ લોકોને હટાવ્યા અથવા દેશનિકાલ કયર્િ અને ભારત સહિત 145 થી વધુ દેશોમાં 495 થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રત્યાવર્તન ફ્લાઇટ્સનું સંચાલન કર્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડીએચએસ યુએસ ઇમિગ્રેશન કાયદાનો અમલ કરે છે અને કાયદાકીય માર્ગોના ઉપયોગને પ્રોત્સાહિત કરીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારાઓ માટે સખત પરિણામો આપે છે.
જૂન 2024થી, જ્યારે બોર્ડર સિક્યોરિટી પ્રેસિડેન્શિયલ ઘોષણા અને તેની સાથેના વચગાળાના અંતિમ નિયમો અમલમાં આવ્યા ત્યારે યુએસ સાઉથવેસ્ટ બોર્ડર પર પ્રવેશના બંદરો વચ્ચેના એન્કાઉન્ટરમાં 55 ટકાનો ઘટાડો થયો છે.22 ઓક્ટોબરના રોજ દેશનિકાલ પર યુએસ ડીએચએસના બોર્ડર અને ઇમિગ્રેશન પોલિસી માટેના સહાયક સચિવ રોયસ મુરેએ જણાવ્યું હતું કે તે એક સરળ કામગીરી હતી અને તેને ભારત સરકાર તરફથી સહકાર મળ્યો હતો. 26 ઓક્ટોબરે નવી દિલ્હીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સ્થળાંતર અને ગતિશીલતા પર ભારત અને યુએસ વચ્ચેના સહકારનું પરિણામ છે. તેમણે કહ્યું કે આ સહકારના ભાગરૂપે બંને પક્ષો ગેરકાયદેસર સ્થળાંતર અટકાવવાની પ્રક્રિયામાં રોકાયેલા છે.આવા દેશનિકાલ પાછળના કારણો વિશે, ડીએચએસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ કારણ એ છે કે તેઓ યુએસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માંગતા હતા અથવા તેમની પાસે યુએસમાં રહેવા માટે કોઈ કાયદેસર આધાર નથી અથવા તેઓ કાયદેસર રીતે વિઝા પર આવ્યા હતા પરંતુ તે નિયત સમયગાળા કરતાં વધુ સમય રોકાયા હતા. તેમણે કહ્યું કે માન્ય રહેઠાણ પરમિટ ધરાવતા લોકોએ પણ ગુના કયર્િ છે પરંતુ સામાન્ય રીતે દેશનિકાલ કરાયેલા વ્યક્તિઓ તે હતા જેમણે ગેરકાયદેસર રીતે એક સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
યુએસ ડીએચએસ ખાતે બોર્ડર અને ઇમિગ્રેશન પોલિસીના આસિસ્ટન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે અમે વિવિધ મુદ્દાઓ પર ભારત સાથેના અમારા કાર્યકારી સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખીએ છીએ અને અમે સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આતુર છીએ. વરિષ્ઠ અમેરિકી અધિકારીએ એમ પણ કહ્યું કે 22 ઓક્ટોબરે હાથ ધરવામાં આવેલ દેશનિકાલ અન્ય કોઈ કાયદા અમલીકરણ પ્રવૃત્તિ સાથે જોડાયેલ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech