હોર્મુઝ સ્ટ્રેટ પરના તણાવ વચ્ચે, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની શકયતા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે ફરીથી મોટા પાયે લશ્કરી કાર્યવાહી શ કરવાનું વિચારી રહ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ અહેવાલ આપ્યો છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટોને હાલ પૂરતો ચાલુ રાખવાની મંજૂરી આપી છે. તાજેતરના દિવસોમાં, ટ્રમ્પે સંરક્ષણ સચિવ પીટ હેગસેથ અને જોઈન્ટ ચીસ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેઈન સાથે વધુ હત્પમલાઓની શકયતા અંગે ચર્ચા કરી છે. વાતચીતમાં વોશિંગ્ટનને રાજદ્રારી માર્ગેા છોડી દેવા જોઈએ અને મોટા પાયે હુમલાઓ ફરી શરૂ કરવા જોઈએ કે કેમ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પે તાજેતરના દિવસોમાં સંકેત આપ્યો છે કે જો ઈરાન કરારનું ઉલ્લંઘન કરે તો તેઓ એક વખતના હત્પમલાને અધિકૃત કરી શકે છે. આ ગયા અઠવાડિયે બનેલી ઘટનાનું પ્રતિબિંબ હશે જેમાં યુએસ દળોએ ઈરાની લયો પર હત્પમલો કર્યેા હતો. અહેવાલ મુજબ, ટ્રમ્પે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. હાલ પૂરતો, તેમણે પોતાના સાથીઓને કહ્યું છે કે તેઓ સંભવિત પરમાણુ કરારને આગળ વધારવા માટે વાટાઘાટોને વધુ સમય આપવા તૈયાર છે.