અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારતને આપવામાં આવતી ૨.૧ કરોડ ડોલર (૧૮૨ કરોડ ભારતીય પિયા) ની સહાય બધં કરવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ કહ્યું કે આ રકમ ભારતને કથિત રીતે મતદાન વધારવા માટે આપવામાં આવી રહી છે. ભારતીય રાજકારણમાં ખળભળાટ મચાવનાર આ દાવાને ઈન્ડિયન એકસપ્રેસ દ્રારા ખોટો જાહેર કરવામાં આવ્યો છે. એકસપ્રેસને જાણવા મળ્યું છે કે મતદાતાઓની ભાગીદારી વધારવા માટે યુએસઆઈએડી દ્રારા મંજૂર કરાયેલ ૨.૧ કરોડ ડોલરનું ભંડોળ ભારત માટે નહીં, બાંગ્લાદેશ માટે હતું. એનો અર્થ એ થયો કે ટ્રમ્પ વહીવટીતંત્રના ડોજ દ્રારા રદ કરાયેલી તે રકમ ભારત માટે હતી જ નહિ.
ઈન્ડિયન એકસપ્રેસ અનુસાર, વર્ષ ૨૦૨૨ માં બાંગ્લાદેશને ૨.૧ કરોડ ડોલરની રકમ ફાળવવામાં આવી હતી. અમેરિકા તરફથી મળેલા ભંડોળમાંથી, ૧.૩૪ કરોડ ડોલર બાંગ્લાદેશી વિધાર્થીઓમાં રાજકીય અને નાગરિક જોડાણ અને ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણીઓ પહેલાના પ્રોજેકટસ પર ખર્ચવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા તે પહેલાં જ આ થઈ રહ્યું હતું.
મસ્કની આગેવાની હેઠળના ડોજ અનુસાર, યુએસઆઈએડી ગ્રાન્ટ વોશિંગ્ટન ડીસી સ્થિત કન્સોર્ટિયમ ફોર ઇલેકશન્સ એન્ડ પોલિટિકલ પ્રોસેસ સ્ટ્રેન્થનિંગ (સીઈપીપીએસ) દ્રારા મોકલવામાં આવી હતી. દસ્તાવેજોમાં જાણવા મળ્યું છે કે જુલાઈ ૨૦૨૨માં બાંગ્લાદેશમાં યુએસઆઈએડીના આમાર વોટ આમાર અભિયાન માટે પૈસા ફાળવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં ૨૦૨૪ની શઆતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી.
અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે ભારતમાં મતદાન વધારવા માટે ૨૧ મિલિયન ડોલરની જર નથી. મને લાગે છે કે આ પૈસા ચૂંટણીઓને અસર કરવા માટે છે. ટ્રમ્પના આ નિવેદન પછી ભારતમાં સવાલો ઉભા થયા કે શું અમેરિકા ભારતમાં ચૂંટણીઓને અસર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતના રાજકીય પક્ષોએ પણ આ અંગે ઘણો હોબાળો મચાવ્યો હતો. જોકે, હવે આ દાવો ખોટો સાબિત થયો છે.
શેખ હસીના સામે ભંડોળનો ઉપયોગ?
ભારતીય રાજકારણના બે મુખ્ય પક્ષો, કોંગ્રેસ અને ભાજપ, ભારતમાં અમેરિકા પાસેથી ભંડોળ મેળવવાના દાવા પર આમને–સામને છે. હવે એ વાત સામે આવી છે કે આ રકમ ભારત માટે નહીં પણ બાંગ્લાદેશ માટે હતી. આ ભંડોળનો હેતુ શું હતો તે પ્રશ્ન હજુ પણ રહે છે. ૨૦૨૪નું વર્ષ બાંગ્લાદેશ માટે ભારે રાજકીય ઉથલપાથલનું વર્ષ હતું. આવી સ્થિતિમાં, આ રકમનો ઉપયોગ શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવા માટે કરવામાં આવ્યો હોવાની શકયતા નકારી શકાય નહીં. આગામી દિવસોમાં આ અંગે વધુ ખુલાસાઓ થઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ તાલુકાના આણંદપર ગામ પાસે સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે બાઈક અથડાતા સર્જાયો અકસ્માત
February 21, 2025 07:07 PMરાજકોટ પાયલ હોસ્પિટલ CCTV કાંડ: આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર
February 21, 2025 06:41 PMમહારાષ્ટ્રમાં ધોરણ 10નું મરાઠી પેપર લીક: શિક્ષણ પ્રણાલી પર સવાલ
February 21, 2025 06:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech