પન્નુ અને કેજરીવાલ સહિતના મુદ્દે ફરી ભારત પર દબાણ કરતું અમેરિકા

  • April 04, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકામાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરપતવતં સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને વિદેશ વિભાગે ફરી એક નિવેદન આપ્યું છે. યુએસએ કહ્યું કે તે સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવે અને પરિણામોની રાહ જોઈ રહ્યું છે. અમેરિકા અગાઉ પણ આ અંગે નિવેદન આપતું રહ્યું છે.અમેરિકી વિદેશ વિભાગે આતંકવાદી ગુરપતવતં સિંહ પન્નુના મામલામાં ફરીવાર પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યેા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવકતા મેથ્યુ મિલરે ભારત સરકાર દ્રારા સંપૂર્ણ તપાસના મહત્વ પર ભાર મૂકયો હતો. મિલરે કહ્યું કે અમે ભારત સરકારને સ્પષ્ટ્ર કરી દીધું છે કે અમે તેમને સંપૂર્ણ તપાસ કરે તે જોવા માંગીએ છીએ અને અમે તે તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ.અમેરિકા દ્રારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકારના એક કર્મચારીએ ગુરપતવતં સિંહ પન્નુની હત્યાનું કાવતં ઘડું હતું. મિલરને એમ પણ પૂછવામાં આવ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલના મામલામાં નિવેદન આપે છે, પરંતુ યારે વિપક્ષ પાકિસ્તાનની જેલમાં બધં હોય ત્યારે તેઓ કેમ કઈં બોલતા નથી?આના પર તેણે કહ્યું, 'અમે એવું માનતા નથી. અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાનમાં દરેક વ્યકિત સાથે કાયદાના શાસન પ્રમાણે વ્યવહાર થાય. વાસ્તવમાં, પૂર્વ પીએમ ઈમરાન ખાન લાંબા સમયથી પાકિસ્તાનની જેલમાં છે, જેના વિશે અમેરિકા મૌન છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે અમેરિકાએ તાજેતરમાં કહ્યું હતું કે તે નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર કાયદાકીય પ્રક્રિયાની માંગ કરે છે.ત્યારબાદ ભારતે યુએસ મિશનના કાર્યકારી નાયબ વડા ગ્લોરિયા બાર્બેનાને બોલાવ્યા. તે લગભગ ૪૦ મિનિટ સુધી વિદેશ મંત્રાલયમાં રહી. ભારતે અમેરિકાના નિવેદન સામે સખત વાંધો વ્યકત કર્યેા હતો.

અમેરિકાએ પહેલા પણ પન્નુ પર વાત કરી હતી
બાઈડેન પ્રશાસને અગાઉ કહ્યું હતું કે પન્નુની હત્યાના કાવતરા પાછળના લોકોને જવાબદાર ઠેરવવા માટે અમેરિકા ભારત સાથે કામ કરી રહ્યું છે. દક્ષિણ અને મધ્ય એશિયાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ લુએ કહ્યું હતું કે, 'આ એક ગંભીર મુદ્દો છે. અમેરિકા અને ભારત વચ્ચે ગંભીર મામલો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો છે કે ભારત સરકારમાં કામ કરતા કોઈના ઈશારે એક ભારતીય નાગરિકે અમેરિકન ધરતી પર એક અમેરિકન નાગરિકની હત્યા કરવાનો પ્રયાસ કર્યેા હતો





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application