દહેજ કાયદાનો દુરુપયોગ અટકાવવા કેન્દ્ર કાયદો સુધારે

  • May 04, 2024 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ઇન્ડિયન યુડિશિયલ કોડની કલમ ૮૫ અને ૮૬ માં જરી ફેરફારો કરવા પર વિચારણા કરવા જણાવ્યું હતું જેથી ખોટી ફરિયાદો દાખલ કરવા માટે તેનો દુપયોગ ન થાય. ભારતીય ન્યાયિક સંહિતાની કલમ ૮૫ જણાવે છે કે, જો કોઈ મહિલાનો પતિ અથવા તેના પતિનો સંબંધી તે મહિલા સાથે ક્રૂરતા કરે તો તેને ૩ વર્ષની જેલની સજા થશે. આ ઉપરાંત તેને દડં પણ ભરવો પડી શકે છે.

ભારતીય ન્યાયિક સંહિતાની કલમ ૮૬માં ક્રૂરતાની વ્યાખ્યામાં ક્રીને માનસિક અને શારીરિક બંને રીતે નુકસાન પહોંચાડવાનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે ૧૪ વર્ષ પહેલાના દહેજ વિરોધી કાયદા પર કેન્દ્ર સરકારને પુનર્વિચાર કરવા કહ્યું હતું કારણ કે મોટી સંખ્યામાં નોંધાયેલી ફરિયાદોમાં આ ઘટનાને અતિશયોકિતપૂર્ણ કરવામાં આવી હતી.

આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે તે ભારતીય ન્યાયિક સંહિતા, ૨૦૨૩ની અનુક્રમે કલમ ૮૫ અને ૮૬ પર ધ્યાન આપશે, એ જાણવા માટે કે શું વિધાનસભાએ સુપ્રીમ કોર્ટના સૂચનને ગંભીરતાથી ધ્યાનમાં લીધું છે કે નહીં. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી એક મહિલા દ્રારા તેના પતિ વિદ્ધ દાખલ કરવામાં આવેલા દહેજ–સતામણીના કેસને રદ કરતી વખતે આવી છે, યારે પીડિત મહિલા દ્રારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર, પુષ અને તેના પરિવારના સભ્યોએ કથિત રીતે દહેજની માંગ કરી અને માનસિક ત્રાસ આપ્યો.

એફઆઈઆરમાં જણાવાયું છે કે મહિલાના પરિવારે તેના લ સમયે મોટી રકમ ખર્ચી હતી અને તેમનું ક્રીધન પણ પતિ અને તેના પરિવારને સોંપ્યું હતું. જોકે, લના થોડા સમય બાદ પતિ અને તેના પરિવારજનોએ તેને ખોટા બહાને હેરાન કરવાનું શ કયુ હતું.
બેન્ચે કહ્યું કે એફઆઈઆર અને ચાર્જશીટ દર્શાવે છે કે મહિલા દ્રારા લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ અસ્પષ્ટ્ર છે, જેમાં ગુનાહિત વર્તનનું કોઈ ઉદાહરણ આપવામાં આવ્યું નથી. જો કે, સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રીને આ દરેક ચુકાદાની નકલ કેન્દ્રીય કાયદા, ગૃહ સચિવો અને કેન્દ્ર સરકારને મોકલવાનો નિર્દેશ આપ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News