અંબાણી પરિવારને હવે વિદેશમાં પણ મળશે Z+ સિક્યુરીટી, સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો

  • March 01, 2023 05:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


Aajkaal Team

રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને તેના પરીવારને હવે Z+ સિક્યુરીટી દેશની સાથે સાથે વિદેશમાં પણ મળશે. ઉલ્લેખનીય છે કે આજે સુપ્રિમકોર્ટે આ અંગે ચુકાદો આપ્યો હતો. મહત્વની વાત એ છે કે Z+ સિક્યુરીટીનો બધો ખર્ચ અંબાણી પરીવારે ભોગવવાનો રહેશે. 


SCએ અંબાણી પરિવાર માટે હવે વિદેશમાં પણ Z+ સિક્યુરીટી પૂરી પાડવાનો સરકારને આદેશ આપ્યો છે. ત્યારે હવે તેમને વિદેશમાં પણ Z+ સિક્યુરીટી પૂરી પાડવામાં આવશે. 


સરકાર દ્વારા હાલ તો મુકેશ અંબાણીને દેશમાં ઝેડ પ્લસ સિક્યુરીટી આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ અંબાણી પરીવાર પર ખતરાની સમીક્ષા કરવામાં આવી છે. જેને લઈને સરકારે આ પગલુ ભર્યુ હતુ. રીલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીને સૌથી પહેલા 2013માં 'પેમેન્ટ બેઝ' પર સીઆરપીએફ કમાન્ડોનું 'ઝેડ' કેટેગરીનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનના પત્ની નીતા અંબાણીની વાત કરીએ તો તેમની પાસે 'વાય+' કેટેગરીની સિક્યોરિટી છે, જેમાં કમાન્ડોની સંખ્યા ઓછી છે.


મુકેશ અંબાણી પાસે પર્સનલ સિક્યોરિટી ગાર્ડ 
મુકેશ અંબાણીને હાલમાં તો દેશમાં ઝેડ પ્લસ સિક્યુરીટી મળી રહી છે પરંતુ તેને પોતાના પર્સનલ સિક્યોરિટી ગાર્ડ પણ રાખ્યા છે. આ ગાર્ડની સંખ્યાની વાત કરીએ તો 15-20 ગાર્ડ છે. આ ગાર્ડની ટ્રેનિંગની વાત કરીએ તો ઈઝરાયેલની કંપની દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી છે. તેમના પરિવારની સુરક્ષા માટે આ ગાર્ડ તૈનાત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application