જામનગરનો ગજબ કિસ્સો: રામ રાખે તેને કોણ ચાખે...?

  • June 04, 2021 11:35 AM 

સાડા પાંચ મહિનાની બાળકી 79 દિવસ વેન્ટીલેટર ઉપર રહીને થઇ સ્વસ્થ : જી.જી. હોસ્પીટલના ડોકટરોની અથાગ મહેનતને કારણે બાળકી 125 દિવસ સુધી હોસ્પીટલમાં રહયા બાદ ઘેર આવી

જામનગર શહેરમાં એક એવું દંપતી છે કે જેની બાળકી માત્ર સાડા પાંચ મહીનાની હતી, માત્ર 575 ગ્રામની આ બાળકી બિમાર થયા બાદ તેને 125 દિવસ સુધી નીયોનેટલ આઇસીયુમાં રાખવામાં આવી હતી અને 79 દિવસ સુધી તો ક્રિવા વેન્ટીલેટર ઉપર રહી હતી, આખરે ડોકટરોની અથાગ જહેમત બાદ આ બાળકી ઘેર સાજી થઇને આવી છે.

આ અંગેની વિગત એવી છે કે શિક્ષણ તાલીમ ભવનના બ્લોકરીસર્ચ કો-ઓર્ડીનેટર હીપલભાઇ ચંદ્રવડીયાના શિક્ષીકા પત્ની પુજાબેનને સાડા પાંચ મહીના પહેલા 575 ગ્રામ વજન ધરાવતી પુત્રીનો જન્મ થયો હતો, ત્યારબાદ તેની તબિયત સારી ન હતી આવા સંજોગોમાં ડો. નિકેશ કલસરીયા, ડો. રોનક ઓઝાએ તેની સારવાર શ કરી હતી, આ બાળકીને 79 દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી પરંતુ ક્રિવા ચંદાવડીયા ધીરે ધીરે સ્વસ્થ થતી ગઇ.

હોસ્પીટલમાં 125 દિવસથી સારવારમાં આઇસીયુમાં પણ રાખવામાં આવી હતી, આ વયની જુથમાં આ બાળકીએ લાંબો સમય સુધી એટલે કે 79  દિવસ સુધી આઇસીયુમાં પસાર કર્યો હતો, આ બાળકીનું વજન હવે 2200 ગ્રામ થયું છે, બાળકીને ચેપ ન લાગે તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી હતી, લાંબા સમય બાદ ક્રિવા ઘેર પાછી ફરતાં જ માતા, પિતા અને કુટુંબીજનોમાં આનંદની લાગણી જન્મી છે.

જયારે બાળકીને દાખલ કરી હતી ત્યારે તેની તબિયત ખરાબ અતી અને આ નાની એવી બાળકીને લાંબા સમય સુધી આઇસીયુમાં રાખવામાં આવી હોય તેવો કદાચ આ પ્રથમ કિસ્સો હોવાનું ડોકટરોનું કહેવું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)