પોરબંદરના વિશ્ર્વનાથ મહાદેવ મંદિરે અમરનાથની ગુફાના દર્શન યોજાયા

  • August 22, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના વિશ્ર્વનાથ મહાદેવ મંદિરે અમરનાથની ગુફાના દર્શન યોજાયા હતા.
પોરબંદરના શ્રી વિશ્ર્વનાથ મહાદેવ મિત્ર મંડળ અને સદ્દભાવના સેવા મંડળ દ્વારા પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે વિશ્ર્વનાથ મહાદેવ મંદિરે અમરનાથ ગુફા દર્શનનું આયોજન કરેલ હતું.હર હર મહાદેવના નાદ સાથે હજારો ભાવિક ભક્તોએ આ દર્શનનો અમુલ્ય લાભ લઇ દેવાધિદેવ મહાદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ શ્રી વિશ્ર્વનાથ મહિલા સત્સંગ મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવેલ હતું આરતી પણ કરવામાં આવી હતી,ત્યારબાદ સર્વે ભક્તોને  પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. 
શ્રી વિશ્ર્વનાથ મહિલા સત્સંગ મંડળ દ્વારા મહાદેવની ભક્તિમાં ભાવ વિભોર થઈ રાસગરબાના તાલ સાથે દિવ્ય આયોજનો લાભ લીધો હતો.તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવેલ હતું.તેનો ભક્તોએ લાભ લઈ  મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ કાર્યક્રમમાં વોર્ડ નં-૧૨ ના કાઉન્સિલર અને સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઇ ભોજાભાઈ ખુંટી પણ હાજર રહ્યા હતા અને બીજા અનેક આમંત્રિત મહેમાનો હાજર રહી દર્શનનો લાભ લીધો હતો અને આ સમગ્ર આ આયોજનના નિમિત્ત માત્ર બનવા માટે  શ્રી વિશ્ર્વનાથ મહાદેવ મિત્ર મંડળ અને સદ્દભાવના સેવા મંડળ પોરબંદરના સભ્યોએ દેવાધિદેવ મહાદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ આગામી કાર્યક્રમ  તા. ૨૬.૮.૨૦૨૪ ને સોમવારના રોજ નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તો તેમાં પણ સર્વે ભક્તોએ  પધારવા  હાર્દિક આમંત્રણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application