સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં ધરપકડ કરાયેલ તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યો હતો. અભિનેતાની પોલીસે ગઈકાલે બપોરે તેના હૈદરાબાદના ઘરેથી ધરપકડ કરી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ તેને નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે અર્જુનને ૧૪ દિવસની યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો, ત્યારબાદ પોલીસ તેને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં લઈ ગઈ હતી. અલ્લુ અર્જુને તેના વકીલ અશોક રેડ્ડી મારફત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, યાંથી તેને . ૫૦,૦૦૦ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન મળ્યા હતા.
તેલંગાણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છતાં, કાગળની કાર્યવાહીમાં વિલંબને કારણે અલ્લુ અર્જુનને જેલમાં રાત વિતાવવી પડી હતી. ચંચલગુડા જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક રાત માટે અભિનેતાની ઓળખ કેદી નંબર ૭૬૯૭ હતી. તે જેલમાં આખી રાત ભૂખ્યો રહ્યો અને જમીન પર સૂઈ ગયો. અન્ડરટ્રાયલ તરીકે પોલીસે તેને મંજીરા બેરેકના વર્ગ–૧ રૂમમાં રાખ્યો હતો. અલ્લુ અર્જુનની તમામ માહિતી જેલના રેકોર્ડમાં નોંધવામાં આવી હતી. અભિનેતાના પિતા અને સસરા બંને તેને લેવા હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં પહોંચ્યા હતા.
પ્રા માહિતી અનુસાર, ઘણા પ્રયાસો છતાં જેલ અધિકારીઓને મોડી રાત સુધી જામીનની નકલ મળી શકી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કથિત રીતે આ કારણે અલ્લુ અર્જુનને છોડી શકાયો ન હતો. અભિનેતાના વકીલ અશોક રેડ્ડીએ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મુકિતમાં વિલંબને લઈને હૈદરાબાદ જેલ સત્તાવાળાઓની ટીકા કરી હતી. તેમનું કહેવું છે કે હાઈકોર્ટમાંથી ઓર્ડરની કોપી મળ્યા છતાં અભિનેતાને છોડવામાં આવ્યો ન હતો, તેણે આ માટે જવાબ આપવો પડશે. આ ગેરકાયદેસર અટકાયત છે. અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.
જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુને મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું, ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું. જે પણ થયું તેના માટે માફ કરશો, હું કાયદામાં વિશ્વાસ રાખું છું. અકસ્માત અજાણતા થયો હતો. હું મૃતક મહિલાના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યકત કંરૂ છું. જો કાયદો આ કેસની તપાસ કરશે તો હું વચ્ચે ટિપ્પણી નહીં કરૂ દરેકના પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. તમારા સમર્થનને કારણે આજે હું અહીં છું. હું મારા ચાહકોનો આભાર માનવા માંગુ છું. હત્પં પોલીસને સહકાર આપીશ.
જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુન પોતાના ઘરે પહોંચતા પહેલા ગીતા આર્ટસ ઓફિસ પહોંચી ગયો હતો. ગીતા આર્ટસ દક્ષિણ ભારતીય સિનેમાની સૌથી મોટી અને પ્રખ્યાત ફિલ્મ નિર્માણ અને વિતરણ કંપની છે. તેની શઆત ૧૯૭૨માં અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદે કરી હતી. હવે તેને માત્ર અભિનેતા અલ્લુ અર્જુન ચલાવે છે. પોતાનું પ્રોડકશન હાઉસ ગીતા આટર્સ છોડા બાદ અર્જુન સીધો તેના ઘરે ગયો અને તેના પરિવારને મળ્યો. તેમના ઘરની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પુષ્પા ૨ ફિલ્મનો પ્રીમિયર ૪ ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં યોજાયો હતો. અભિનેતા અલ્લુ અર્જુન અહીં પહોંચ્યા હતા, તેમની એક ઝલક મેળવવા માટે ચાહકોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી અને એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડા. આ કેસમાં ચિક્કડપલ્લી પોલીસે ગઈકાલે બપોરે અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરી હતી
હાઈકોર્ટમાં શાહરૂખના કેસનો પણ કરાયો ઉલ્લેખ
હાઈકોર્ટમાં અલ્લુ અર્જુનના વકીલે તેના જામીન માટે ઘણી દલીલો કરી હતી. એક દલીલ અભિનેતા શાહખ ખાન સાથે જોડાયેલા એક કેસને લઈને હતી. બોલિવૂડ સ્ટાર શાહખ ખાન પર ૨૦૧૭માં તેની ફિલ્મ 'રઈસ'ના પ્રમોશનલ કાર્યક્રમ દરમિયાન ભાગદોડમાં એક વ્યકિતના મોતનો આરોપ લાગ્યો હતો. શાહખ ખાન યારે તેની ફિલ્મ 'રઈસ'ના પ્રમોશન માટે ગુજરાત પહોંચ્યો ત્યારે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યકિતનું મોત થયું હતું. આ કેસનો ઉલ્લેખ કરતા અલ્લુ અર્જુનના વકીલે કોર્ટને જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટે શાહખ ખાનને નિર્દેાષ જાહેર કર્યેા હતો. તે ઘટના માટે શાહખ ખાનને જવાબદાર ગણવામાં આવ્યો ન
હતો.
પોલીસ અલ્લુના બેડરૂમમાં ઘૂસી હતી
અલ્લુ અર્જુનની ધરપકડ બાદ તેલંગાણા પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ પર અભિનેતાને નાસ્તો કરવા અને કપડાં બદલવાની પણ મંજૂરી ન આપવાનો આરોપ હતો અને પોલીસ તેના બેડમમાં ઘૂસી ગઈ હતી. હૈદરાબાદ પોલીસે એ આરોપોને નકારી કાઢા હતા કે પોલીસકર્મીઓએ અલ્લુ અર્જુનની ધરપકડ સમયે તેની સાથે ગેરવર્તન કયુ હતું. હૈદરાબાદ પોલીસે કહ્યું, યારે પોલીસ તેના નિવાસસ્થાને પહોંચી, તેણે કપડાં બદલવા માટે થોડો સમય માંગ્યો. તે તેના બેડમની અંદર ગયો, પોલીસકર્મીઓ બહાર રાહ જોતા હતા અને યારે તે બહાર આવ્યો, ત્યારે તેઓએ તેને અટકાયતમાં લીધો. કોઈ પણ પોલીસકર્મીએ તેની સાથે બળપ્રયોગ કર્યેા ન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech