અનુષ્કા અને કેટરિનાનો પાડોશી બની દર મહિને ૧૬ લાખ ભાડું ચૂકવશે
ક્ષુ અર્જુનના મુંબઈ શિફ્ટ થવા અંગે અટકળો ચાલી રહી છે. ૫ તાજેતરના એક અહેવાલમાં ઘવો કરવામાં આવ્યો છે કે અભિનેતાએ મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં પાંચ બેડરૂમનો એક વૈભવી એપાર્ટમેન્ટ ભાડે લીધો છે. જોકે, તેના પિતા, અલ્લુ અરવિંદે આ દાવાઓને ફગાવી દીધા, હૈદરાબાદને તેનું ઘર ગણાવ્યું.અલ્લુ અરવિંદે કહ્યું, હાલની ફિલ્મ મુંબઈમાં શૂટ થઈ રહી છે, પરંતુ હૈદરાબાદ અલ્લુનું હૃદય અને ઘર છે. તેના બાળકો ત્યાં અભ્યાસ કરે છે, અને તેના બધા નજીકના મિત્રો હૈદરાબાદમાં રહે છે. સુત્રોના જણાવ્યા મુજબ, અલ્લુ અર્જુને જુહુ તારા રોડ પર પાંચ બેડરૂમનો સમુદ્ર તરફનો એક વૈભવી એપાર્ટમેન્ટ ભાડે લીધો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા દર મહિને ૧૬ લાખ ભાડું ચૂકવી રહ્યા છે અને તેમણે ત્રણ વર્ષના લીઝ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
સૂત્રએ જણાવ્યું હતું કે અભિનેતા તેની પત્ની સ્નેહા રેકી અને તેમના બે બાળકો, અલ્લુ અયાન અને અલ્લુ અરહા માટે લમંડર-ફેસિંગ મિલકત ઇચ્છતા હતા. રિપોર્ટ અનુસાર, અલ્લુ ઇચ્છે છે કે તેના બાળકો શાળાની રજાઓ દરમિયાન તેની સાથે રહે, કારણ કે તેઓ બંને હૈદરાબાદમાં અભ્યાસ કરે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ એપાર્ટમેન્ટ ૬,૦૦૦ ચોરસ ફૂટમાં
ફેલાયેલું છે અને તેમાં એક નાનો સ્વિમિંગ પૂલ અને ચાર કાર માટે પાર્કિંગ જગ્યા છે.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે અલ્લુ અર્જુન તેની આગામી કેટલીક ફિલ્મોના મુખ્ય ભાગો, જેમાં રાકા અને લોકેશ કનાગરાજ સાથેના પ્રોજેકટનો સમાવેશ થાય છે, શુટિંગ માટે મુંબઈમાં સ્થાન શોધી રહ્યો હતો. જુહુ તારા રોડ પર સ્થિત, આ મિલકત કેટરિના કૈફ, વિકી કૌશલ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જેવી હસ્તીઓની નજીક છે.
જ્યારે અલ્લુ અર્જુનના મુંબઈ જવાની અફવાઓ ફેલાઈ રહી છે, ત્યારે અભિનેતા તેના પરિવાર સાથે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં એક વૈભવી નવા ઘરમાં રહેવા માટે તૈયાર છે. આશરે ૪,૦૦૦ ચોરસ યાર્ડમાં ફેલાયેલી, આ વૈભવી મિલકતની કિંમત આશરે ૧૦૦ કરોડ છે. પુષ્પા સ્ટાર આ વર્ષે તેના પરિવાર અને મિત્રો માટે એક ભવ્ય હાઉસવોર્મિંગ સમારોહનું આયોજન કરવાનો છે. કામના મોરચે જોઈએ તો અલ્લુ અર્જુન તેની આગામી મોટી ફિલ્મ, રાકા માટે તૈયારી કરી રહ્યો છે, જે એટલી સાથેનો તેનો આગામી પ્રોજેક્ટ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ મુખ્ય ભૂમિકામાં છે. તે લોકેશ કનાગરાજ દ્વારા નિર્દેશિત બીજી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરશે.