ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરલક્ષી સુવિધાઓમાં તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે આવશ્યક સુધારાઓ કરીને દોઢ વર્ષમાં નિગમના કાયકલ્પનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે જે અંતર્ગત રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ એસટી ડિવિઝનને આગામી એપ્રિલ માસથી નવી બસોની ફાળવણી શરૂ કરવામાં આવનાર છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત જામનગર, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ સહિતના ડિવિઝનમાં કિલોમીટર પુરા થઇ ગયા હોય તેવી ઓવર એજ બસની સંખ્યા શૂન્ય કરાશે.
વિશેષમાં એસટી નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ એસટી ડિવિઝનમાં હાલ ૩૦ જેટલી કિલોમીટર પુરા થઇ ગયેલી બસો દોડી રહી છે જે તબક્કાવાર દૂર કરી તેના સ્થાને નવી બસો સેવામાં મુકવામાં આવશે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના કુલ છ ડિવિઝનમાં હાલ કુલ ૧૦૦થી વધુ ઓવરએજ બસો દોડી રહી હોવાનો પ્રાથમિક અંદાજ છે. નિગમ દ્વારા એક સાથે ૨૦૦૦ બસની ખરીદી કરવામાં આવી હોય તબક્કાવાર જેમ જેમ નવી બસો આવતી જશે તેમ ડિવિઝનવાઇઝ ફાળવણી થતી રહેશે. સામાન્ય રીતે નવી બસો લાંબા અંતરના અને એક્સપ્રેસ રૂટમાં જ મુકાતી હોય છે પરંતુ હવેથી ગ્રામ્ય અને લોકલ રૂટની બસોમાં પણ નવી બસ મુકવામાં આવશે તેમ જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech