જામનગરમાં ફીઝીયોથેરાપી કોલેજ, હોસ્પિટલ બિલ્ડીંગ માટે રૂ.૨૬ કરોડની ફાળવણી
જામનગરમાં ફીઝીયોથેરાપી કોલેજ, હોસ્પિટલ બિલ્ડીંગ માટે રૂ.૨૬ કરોડની ફાળવણી
February 19, 2026 11:17 AM
જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગુજરાત સરકારના બજેટમાં થોડોઘણો લાભ થાય એ માટે જાહેરાત કરવામાં આવી છે. વર્ષોથી જેની માંગણી છે તેમાં સરકારી ફીઝીયોથેરાપી કોલેજનાં હોસ્પિટલ અને હોસ્ટેલ બીલ્ડીંગ માટે નાણામંત્રીએ રૂ.૨૬ કરોડની જોગવાઇ કરતાં જામનગરને એક વધુ લાભ મળશે.
જામનગરમાં કરોડોનાં ખર્ચે જી.જી. હોસ્પિટલમાં બાંધકામ સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અતિ અત્યાધુનિક હોસ્પિટલ બને એ માટે કેટલુક બાંધકામ તોડી પડાયુ છે ત્યારે સરકારે ફીઝીયોથેરાપી કોલેજના અને હોસ્પિટલ બીલ્ડીંગ માટે જે જાહેરાત કરી છે. તે ખુબ જ આવકારદાયક છે. બજેટમાં જામનગર ખાતે ઇન્સ્ટીટયુટ ઓફ કીડની ડીસીસ એન્ડ રીસર્ચ સેન્ટર બનવા માટે પણ સરકારે જાહેરાત કરી છે. તે ખુબ જ આવકારદાયક છે.