વોર્ડ નં.12 અને નગરસીમ વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર છેલ્લા ચાર વર્ષથી અંધરાપટ્ટ હોવાનો આક્ષેપ

  • May 28, 2021 01:37 PM 

વિપક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજીએ મ્યુનિ. કમિશનરને પત્ર લખી પક્ષપાતી વલણ રખાતું હોવાનું જણાવ્યું: 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો કરાશે આંદોલન

જામનગરના વોર્ડ નં.12 અને નગરસીમ વિસ્તારના મુખ્ય રોડ ઉપર તેમજ અન્ય વિસ્તારોમાં છેલ્લા ચાર વર્ષથી અંધારપટ્ટ છે, આ અંગે અવાર નવા રજૂઆતો કરવા છતાં પણ કોઈ કામ થયું નથી. અનેક વખત મૌખિક ચચર્િ પણ થઈ છે અને આ બ્લેક આઉટ જેવી સ્થિતિથી લોકો પણ ત્રાહિમામ પોકારી ગયાં છે આ અંગે તાત્કાલિક પગલાં લેવાની માંગણી વોર્ડ નં.12ના નગર સેવક અને વિપક્ષના પૂર્વ નેતા અસલમ કરીમભાઈ ખિલજીએ મ્યુનિ. કમિશનરને લખેલા પત્રમાં કરી છે.

આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, કાલાવડ નાકા બહારથી મહાપ્રભુજીની બેઠક સુધી અને કલ્યાણ ચોકથી સનસિટી-2 સુધીનો મુખ્ય રસ્તો ભારે વરસાદાના લીધે ધોવાઈ ગયો છે અને આ રસ્તા ઉપર મોટા-મોટા ગાબડાં પડ્યાં છે, હાલ ચોમાસું આવી રહ્યું છે, અંધારપટ્ટબને લીધે અવાર નવાર અકસ્માત થાય છે અને લાઈટ ન હોવાના કારણે ચોરી અને લૂંટ-ફાટના બનાવ પણ વધ્યા છે તેમજ આવારા-લુખ્ખા તત્વો તેનો ફાયદો ઉઠાવતાં હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

અમારા નગર સીમ વિસ્તારમાં મેઈન રોડ ઉપર એલઈડી લાઈટ નાખવા માટે છેલ્લા ચાર વર્ષથી લેખિક-મૌખિક અને સામાન્ય  સભામાં અનેક રજુઆતો કરી હોવા છતાં તંત્ર અને સત્તાધિશો દ્વારા પક્ષપાતી ભલણભરી નીતિ રાખવામા આવે છે. અમારા દ્વારા એલઈડી લાઈટની માંગણી કરાય છે ત્યારે તંત્ર અને સત્તાધિશો દ્વારા હાલ એલઈડી લાઈટ નથી એવું જણાવાય છે જ્યારે આશરે 10 મહિના પહેલાં ગુલાબનગરથી નૂરી ચોકડી અને નૂરી ચોકડીથી મહાપ્રભુજીની બેઠક સુધી (180) એલઈડી લાઈટ નાખવામાં આવી હતી. આ કામગીરી પ્રસંશનીય છે,  આ દશર્વિે છે કે તંત્ર અને સત્તાધિશો દ્વારા ખૂલ્લું પક્ષપાતી વલણ રાખવામાં આવે છે. આ અંગે 10 દિવસમાં યોગ્ય કરવામાં નહીં આવે તો અપની કચેરી સામે આશ્ર્ચર્યજનક કાર્યકમો કરવામાં આવશે તેમ પત્રના અંતમાં જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS