માંડા ડુંગર શાકમાર્કેટ પાસે રહેતાં અને આજી ડેમ સર્વિસ રોડ પર બે કારખાના ધરાવતાં જયભાઈ મૃગેશ્વરે રાજમોતી મીલના માલિક સમીરભાઈ શાહ અને તેના ભાઈ શ્યામભાઈ રૂા.6 લાખથી વધુની રકમ ઓળવી ગયાની પોલીસ કમિશ્નરને અરજી કરી છે
માંડા ડુંગર પાસે રહેતા કારખાનેદારે પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમને આજીડેમ ચોકડી પાસે સર્વિસ રોડ પર હિરેન ટ્રેડર્સ અને આશાપુરા ટીન સપ્લાય નામે કારખાનું આવેલું છે. વર્ષ 2016 થી 2024 દરમિયાન સમીર શાહની રાજમોતી મીલને તેલના જૂના ખાલી ડબ્બા આપ્યા છે. જેના હિસાબના રૂા. 6 લાખથી વધુ નીકળે છે. આ અંગે સમીરભાઈ અને શ્યામભાઈ સાથે વાતચીત કરી હોવા છતાં ત્રણેક વર્ષથી ખોટા વાયદા આપે છે. ગઈ તા.14 ડિસેમ્બરના રોજ કોલ કરતાં ધમકીભયર્િ સ્વરમાં જણાવ્યું હતું કે અમારે તમને કોઈ દેવાના થતા નથી, થાય તે કરી લેવું. આ રીતે તેની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરી પૈસા આપ્યા નથી. ગઈ તા.18 ડિસેમ્બરે થોરાળા પોલીસ મથકમાં આ અંગે અરજી કરી હતી. આમ છતાં હજૂ ન્યાય મળ્યો નથી. આ સ્થિતિમાં ના છૂટકે આપઘાત કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિનું નિમર્ણિ થયાનું જણાવી ન્યાય અપાવવા માગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech