ચોટીલાના દેવસર ગામે રહેતા પરિવારનો 10 વર્ષના બાળકનું વાંકાનેરના હરિઓમ હોસ્પિટલના તબીબની બેદરકારીથી મોત નિપજ્યાનો પરિવારજનોએ આક્ષેપ કરતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાળક સ્કૂલેથી રિસેષમાં ઘરે આવતી વખતે ખેંચ આવતા પડી ગયો હતો અને ફેક્ચર જેવી ઇજા થવાથી વાંકાનેરની હરિઓમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તબીબે ઓપરેશન કરવાનું કહેતા ઓપરેશનમાં લઇ જવાયો હતો અને થોડી જ વારમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
ચોટીલા બાદ વાંકાનેર હોસ્પિટલ ખસેડાયો હતો
પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના દેવસર ગામે રહેતો અને ધો.4માં અભ્યાસ કરતો વનરાજ ધનજીભાઈ મેસરીયા (ઉં.વ.10)નો બાળક ગઈકાલે ગામની પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ અર્થે ગયા બાદ બપોરના રિસેષના સમયે ઘરે જમવા માટે જતો હતો ત્યારે રસ્તામાં આંચકી ખેંચ આવતા રોડ પર પટકાતા હાથમાં ઇજા થઇ હતી. બાળકને પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર માટે વાંકાનેરની હરિઓમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં હોસ્પિટલના ડોક્ટર દ્વારા હાથમાં ફેક્ચર હોવાનુ નિદાન કરી ઓપરેશન માટે જણાવ્યું હતું.
ફોરેન્સિક પીએમ માટે બાળકને રાજકોટ ખસેડાયો
પરિવારની સંમતિ બાદ ઓપરેશનમાં લઇ જવામાં આવ્યો હતો. થોડીવાર બાદ ડોક્ટરે બહાર આવી બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આટલીવારમાં પુત્રનું કેવી રીતે મોત થઈ જાય એવા સવાલ સાથે તબીબ સામે આક્ષેપ કરતા બનાવ અંગે વાંકાનેર પોલીસ દોડી ગઈ હતી અને બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફોરેન્સિક પીએમ બાદ બાળકના મોતનું સાચું કારણ જાણી શકાશે.
પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ
મૃતક વનરાજ બે ભાઈ બે બહેનમાં બીજા નંબરે હતો અને પિતા ધનજીભાઈ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાલીતાણાં TRB જવાને નાના ભાઈની છાતી પર બેસી ગળું દબાવી પતાવી દીધો, જાણો હત્યા પાછળનું કારણ
March 20, 2025 06:11 PMકપાળ પર ચંદનનો લેપ લગાવવાથી મળે છે આ 5 ફાયદા
March 20, 2025 04:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech