પાકિસ્તાને ફરી એકવાર ભારત વિરુદ્ધ પોતાની નાપાક પ્રવૃત્તિઓ કરવાનો પ્રયાસ કર્યો. મોડી રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલનો ઉપયોગ કરીને જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર, અખનૂર, જેસલમેર, જલંધર, ફિરોઝપુર અને પોખરણ સહિત અનેક ભારતીય વિસ્તારોમાં હુમલો કર્યો હતો. આપણી સેના અને સૈનિકોએ પાકિસ્તાનના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને તેમને ભગાડી મુક્યા. ભારતીય સેનાએ પાકિસ્તાનના બે જેએફ-17 અને એક એફ-16 ફાઇટર જેટને તોડી પાડ્યા છે. ઉપરાંત, પાકિસ્તાન વાયુસેનાના અવેક્સ વિમાનને તેમના જ પંજાબ પ્રાંતમાં તોડી પાડવામાં આવ્યું હતું. ભારતે એસ-400 અને એલ-70 એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને 50થી વધુ પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો તોડી પાડ્યા.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન એલઓસી અને આઈબી પર ઘણી જગ્યાએ ડ્રોન હુમલાઓ દ્વારા નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યું હતું, પરંતુ ભારતની આધુનિક એર ડીફેન્સ ટેકનોલોજી અને સૈનિકોની સતર્કતાએ તેની દરેક ચાલને નિષ્ફળ બનાવી દીધી.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી 8 મિસાઇલો જે હવામાં જ નાશ પામી હતી, તેનું લક્ષ્ય જમ્મુ હવાઈ પટ્ટી હતું, પરંતુ સમયસર જવાબી કાર્યવાહીથી મોટું નુકસાન ટળી ગયું. ભારતીય સેનાના વાયુ સંરક્ષણ એકમોએ નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની એફ-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. જ્યારે પાકિસ્તાની જેટ્સે ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો.
ઓપરેશન સિંદૂરના બીજા જ દિવસે, પાકિસ્તાને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ પર હુમલો કર્યો. આ બધા ક્ષેત્રોમાં, ભારતની ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમે ઉત્તમ સંકલન દર્શાવ્યું અને દુશ્મનના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. કાટમાળની પુનઃપ્રાપ્તિથી હુમલાની પુષ્ટિ થઈ છે.
એસ-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ કેટલી ઘાતક?
એસ-400 એ વિશ્વની સૌથી અદ્યતન લાંબા અંતરની એર ડીફેન્સ સીસ્ટમમાંની એક છે. તે રશિયાના અલ્માઝ-એન્ટે દ્વારા બનાવવામાં આવે છે અને તેને ભારતના સ્ટ્રેટેજિક એર ડિફેન્સ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ફાઇટર જેટ, મિસાઇલ, ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો સહિત અન્ય હવાઈ જોખમોને ટ્રેક કરવા, અટકાવવા અને નાશ કરવા માટે બનાવેલ છે. આ હવાઈ સંરક્ષણ પ્રણાલી વિવિધ અંતર અને ઊંચાઈ પર લક્ષ્યોને ફટકારવામાં સક્ષમ છે, જેના કારણે તે દુશ્મનના હવાઈ હુમલાઓ સામે ભારતનું ડીફેન્સ કવચ રહે છે.
ભારતીય સેનાની સતર્કતાથી સ્વાર્મ ડ્રોન નિષ્ફળ
ભારતે પાકિસ્તાનના ઘમંડને ચકનાચૂર કરી નાખ્યું. ગઈકાલે રાત્રે જ્યારે પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદો પર વિવિધ સ્થળોએ સ્વાર્મ ડ્રોન મોકલવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ઉધમપુર, સાંબા, જમ્મુ, અખનૂર, નાગરોટા અને પઠાણકોટ સેક્ટરમાં ભારતીય સેનાના હવાઈ સંરક્ષણ એકમો દ્વારા એક વિશાળ કાઉન્ટર-ડ્રોન ઓપરેશન દરમિયાન 50 થી વધુ ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા. પરંતુ ભારતીય સેનાની સતર્કતા અને મજબૂત તૈયારીને કારણે પાકિસ્તાનનું આ કાવતરું નિષ્ફળ ગયું.
રશિયન અને ઇઝરાયલી શસ્ત્રો ભારતની ઢાલ બન્યા
ભારતીય સેનાએ રશિયન અને ઇઝરાયલી બનાવટના શસ્ત્રો અને સ્વદેશી ડીફેન્સ સીસ્ટમ મિશ્રણનો ઉપયોગ કરીને પાકિસ્તાન દ્વારા આર્મી અને ભારતીય વાયુસેનાના ઠેકાણાઓ પર છોડવામાં આવેલા મિસાઇલો અને ડ્રોનને નષ્ટ કર્યા.
પાકિસ્તાનમાં ગભરાટ: મોટા પાયે લોકોનું સ્થળાંતર
પાકિસ્તાનના હવાઈ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવ્યા બાદ ભારત દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનના સિંધ અને પંજાબમાં સ્થિત તમામ છાવણીઓમાં ગભરાટ ફેલાયો. હાલમાં, પાકિસ્તાનના લશ્કરી છાવણીઓમાં મોટા પાયે લોકોનું સ્થળાંતર ચાલી રહ્યું છે.
આઈએનએસ વિક્રાંત કાળ બનીને કરાચી બંદર પર ત્રાટક્યું
પાકિસ્તાન ફક્ત આકાશમાંથી જ નહીં, પણ સમુદ્રમાંથી પણ વિનાશનો સામનો કરી રહ્યું છે. ભારતીય વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતે કરાચી બંદરનો નાશ કર્યો. ભારતીય નૌકાદળે દરિયાઈ હુમલામાં કરાચી બંદર પર શ્રેણીબદ્ધ મિસાઇલો છોડી. આ હુમલાઓમાં કરાચી બંદર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. પાકિસ્તાન સાથે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં આઈએનએસ વિક્રાંત તૈનાત કર્યું હતું. ભારતીય નૌકાદળે આ સ્ટ્રાઈક શિપને કારવાર કિનારા નજીક તૈનાત કર્યું હતું. તેના સ્ટ્રાઈક ગ્રુપમાં એરક્રાફ્ટ કેરિયર, ડિસ્ટ્રોયર, ફ્રિગેટ્સ, એન્ટી-સબમરીન યુદ્ધ જહાજો અને અન્ય સપોર્ટ જહાજોનો સમાવેશ થાય છે.
ભારતે પાકિસ્તાનના 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા
ભારતે પાકિસ્તાનના ઘમંડને ચકનાચૂર કરી નાખ્યું. ગઈકાલે રાત્રે ભારતે 50 થી વધુ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા. ગઈકાલે રાત્રે જ્યારે પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદો પર વિવિધ સ્થળોએ સ્વાર્મ ડ્રોન મોકલવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો ત્યારે ઉધમપુર, સાંબા, જમ્મુ, અખનૂર, નાગરોટા અને પઠાણકોટ સેક્ટરમાં ભારતીય સેનાના હવાઈ સંરક્ષણ એકમો દ્વારા એક વિશાળ કાઉન્ટર-ડ્રોન ઓપરેશન દરમિયાન 50 થી વધુ ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા. આ એન્કાઉન્ટરમાં એલ -70 તોપ, ઝેડયુ-23 એમએમ, શિલ્કા સિસ્ટમ્સ અને અન્ય ઉચ્ચ-સ્તરીય કાઉન્ટર-યુએએસ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હવાઈ ખતરાનો સામનો કરવાની સેનાની મજબૂત ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
ભારતીય વાયુસેનાએ શ્રીનગરથી ગુજરાત સુધીની સરહદ પર ડિફેન્સ સિસ્ટમ તૈનાત રાખી છે. હવાઈ સંરક્ષણમાં લાંબા અંતરની અને ટૂંકા અંતરની મિસાઇલોનો સમાવેશ થાય છે. પાકિસ્તાની મિસાઇલો, ડ્રોન અને સ્વાર્મ ડ્રોનને રડાર અને અન્ય સાધનો દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને પછી આકાશ, એમઆર સૈમ અને અન્ય જેવા ‘હીટ સીકિંગ અને રડાર ગાઇડેડ મિસાઇલો’ હવાઈ સંરક્ષણ બંદૂકો સાથે લોન્ચ કરવામાં આવ્યા હતા.
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં મોટી કાર્યવાહી કરી. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 સ્થળોએ સ્થિત આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતના આતંકવાદીઓ સામેના આ હુમલાથી પાકિસ્તાન ઉશ્કેરાઈ ગયું અને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાની સેનાએ એલઓસી પર પણ ગોળીબાર કર્યો. જોકે, ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો અને તેનું ઘમંડ તોડી નાખ્યું. ગઈકાલે રાત્રે ભારતે 50 પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા.
હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરમાં છે અને પાકિસ્તાની મીડિયા પણ ભારતની કાર્યવાહીને સ્વીકારી રહ્યું છે. આ પહેલા પાકિસ્તાન ભારતની કાર્યવાહીનો ઇનકાર કરી રહ્યું હતું. સ્થાનિક લોકોએ હુમલાનો વીડિયો પણ બનાવ્યો છે. પાકિસ્તાનના પંજાબમાં ભારે તણાવ છે અને એલઓસી પર ભારે ગોળીબાર ચાલી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMપાકિસ્તાનના ભારત પર સતત હુમલાના પ્રયાસો: પોખરણથી પઠાણકોટ સુધી ડ્રોન હુમલા નિષ્ફળ
May 09, 2025 10:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech