BREAKING NEWS

માણાવદરના તમામ મેડિકલ સ્ટોર્સ સજજડ બંધ રહ્યા હતા

  • May 22, 2026 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદર : ઓનલાઇન પ્લેટફોર્મ પર થતા દવાઓના વેચાણ અને ગેરકાયદેસર નકલી દવાઓના કારોબાર સામે સમગ્ર દેશમાં વિરોધનો સૂર ઉઠો છે. જેના ભાગરૂપે દેશભરના કેમેસ્ટસ અને ફાર્માસિસ્ટસ દ્રારા એક દિવસીય હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. આ રાષ્ટ્ર્રવ્યાપી આંદોલનને ટેકો આપવા માણાવદર મેડિકલ એસોસિએશન પણ જોડાયું હતું. આજે સવારથી જ માણાવદર શહેરના તમામ મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બધં રહ્યા હતા. સ્થાનિક વેપારીઓએ ઓનલાઇન ફાર્મસી સામે આક્રોશ વ્યકત કર્યેા હતો. તેમનું કહેવું છે કે, ઓનલાઇન પ્લેટફોર્મ પર નિયમોના ઉલ્લ ંઘન સાથે થતું વેચાણ અને નકલી દવાઓ નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. સાથે જ તેનાથી સ્થાનિક ફાર્માસિસ્ટસના રોજગારને મોટું નુકસાન થઈ રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application