વાવાઝોડા પહેલાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ માચ્છીમારી બોટ પરત ફરતાં દુર્ઘટના ટળી

  • May 19, 2021 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

‘તાઉ તે’ વાવાઝોડાની સંભવિત અસરના પગલે દેવભૂમિ દ્વારકા જિલાના તમામ બંદરો પર ભયજનક સિગ્નલોની સાથે-સાથે જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના તેમજ પ્રાંત અધિકારીઓ ડી.આર. ગુરવ (ખંભાળીયા) તેમજ નિહાર ભેટારીયા (દ્વારકા) તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી સીસોદીયાએ અધિકારીઓ તેમજ કર્મચારીઓના સંકલન કરી જિલ્લાના ડાલડા, રૂપેણ, ભોગાત, નાવદ્રા, વાડીનાર, સલાયા સહિતના બંદરોના માચ્છીમારોને અગાઉથી જ સૂચિત કરી દરીયો ન ખેડવા તેમજ દરીયામાં હોય તેવા માચ્છીમારોને પરત બોલાવી લેતાં હજારો બોટ પહેલાથી જ કિનારે ખડકી દેવાઇ હોય વાવાઝોડામાં પાણીના કરન્ટને લીધે દરીયામાં ફીશરમેન તેમજ બોટને કોઇપણ પ્રકારની નુક્સાની થયાની ઘટના સદનસીબે ટળી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS