ઓલરાઉન્ડર ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણની આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ

  • February 26, 2021 06:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાને શુક્રવારે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ભારતા માટે 57 વનડે અને 22 ટી 20 આંતરાષ્ટ્રીય મેચ રમેલા યુસુફ પઠાણે સોશિયલ મિડિયા ઉપર ભાવુક પોસ્ટ સાથે ક્રિકેટનેઅલવિદા કહેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

 

પઠાણે તેની પોસ્ટમાં લખ્યું હતું કેહું મારા પરિવાર, દોસ્તો, ફેંસ, ટીમ, કોચ અને આખા દેશનો સમ્ર્થન માટે દિલથી આભાર વ્યક્ત કરું છું. યુસુફ પઠાણે વર્ષ 2007ના ટી 20 વર્લ્ડકપ ફાઈનલમાં પાકિસ્તાન સામે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. જોકે તેના ડેબ્યુ મેચમાં તેઓ ખૂબ સારું કહી શકાય એવું પ્રદર્શન કરી શક્યા નહોતા. તેઓ માત્ર 15 રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ ભારત ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ રનથી હરાવીને ટી 20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો.

 

વર્ષ 2012માં પઠાને પોતાનો છેલ્લો વનડે રમ્યો હતો. આઈપીએલમાં પણ કોઈ ફ્રેંચાઈઝીએ તેને ટીમમાં સામેલ કરવામાં ઉત્સાહ દાખવ્યો નહોતો. ગત વર્ષે પણ તેઓ આઈપીએલ રમ્યા નહોતા. યુસુફ પઠાણે આઈપીએલ 2010માં મુંબઈ ઈન્ડીયન્સ સામે 37 બોલમાં સદી ફટકારી હતી. જે અત્યારસુધીની ટુર્નામેન્ટમાં બીજી સૌથી ફાસ્ટ સદી છે. આઈપીએલમાં યુસુફે 174 મેચમાં 143.0ની સ્ટ્રાઈક રેટથી 3204 રન બનાવ્યા હતા. આદરમિયાન તેને એક સદી અને 13 ફીફટી ફટકારી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application