ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહેલ છે, જેમાં ભાજપ મહિલા મોરચા સહિત તમામ હોદ્દેદારો સક્રિય રહેલ છે. ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું માર્ગદર્શન મળ્યું છે.
ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી મકવાણાનાનાં અધ્યક્ષસ્થાને સદસ્યતા અભિયાન સંદર્ભ મળેલી બેઠકમાં આ અભિયાનનાં પ્રદેશ અગ્રણી અને વડોદરાનાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું માર્ગદર્શન મળ્યું. તેઓએ એક એક હોદ્દેદાર કાર્યકર્તાને સક્રિય બનવાં પ્રેરક વાત કરી હતી.
આ બેઠકમાં પ્રમુખ રાઘવજી મકવાણા સહિત જિલ્લા સંગઠન પર્વનાં સંયોજક હર્ષદભાઈ દવે, મહિલા મોરચાનાં અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ત્રિવેદી, ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ભાવનગર જિલ્લા સહકારી બેંક પ્રમુખ રસિકભાઈ ભિંગરાડિયા તેમજ મૂળજીભાઈ મિયાણી, ચેતનસિંહ સરવૈયા, રાજેશભાઈ ફાળકી, અભયભાઈ ચૌહાણ વગેરે દ્વારા આયોજન ચર્ચા સંવાદ થયેલ. આભાર વિધિ નારુભાઈ ખમળએ કરી હતી.
ભારતીય જનતા પક્ષ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહેલ છે, જેમાં ભાજપ મહિલા મોરચા સહિત તમામ હોદ્દેદારો સક્રિય રહેલ છે અને હરખભેર યુવાનો સહિત સૌ સદસ્ય બની રહેલ છે. આ માટે પ્રદેશ સંગઠનનાં માર્ગદર્શન સાથે જિલ્લામાં વિધાનસભા તેમજ મંડળ વાર નોંધણી ચાલતી હોવાનું પ્રવક્તા શ્રી કિશોર ભટ્ટ તથા પ્રચાર સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech