રાય સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે કોલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) લોન્ચ કરાયુ હતું. રાયમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં –૨૦૨૦ (રાષ્ટ્ર્રીય શિક્ષણ નીતિ) લાગુ કરવામાં આવી છે. જેની વિવિધ જોગવાઇઓના પગલે તૈયાર કરાયેલ આ સોટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આટ્રસ, કોમર્સ, સાયન્સ, રલ સ્ટડીઝ અને અન્ય તમામ વિધાશાખાઓને સાંકળી લઈને એડિમશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. જેને પગલે હવેથી રાયની ૧૪ યુનિવર્સિટીઓ સંલ સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર ર,૩૪૩ જેટલી કોલેજના ૭.૫૦ લાખથી વધુ વિધાર્થીઓ એડમીશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે. પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી માત્ર .૩૦૦ એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે .
મંત્રી ઋષિકેશ પટેલ એ આ ક્ષણે દ્રઢતાપૂર્વક કહ્યું કે, વર્ષ–૨૦૩૦ સુધીમાં તમામ જોગવાઈઓનું ગુજરાતમાં સંપૂર્ણપણે પાલન થઇ જશે. હાલ પણ રાયમાં નવી શિક્ષણ નીતિના પગલે જ ન્યુ એજ ટેકનોલોજી, મશીન લનિગ, રોબોટિકસ જેવા સમયની માંગ આધારીત કોર્ષ પર રાયમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.ટેકનીકલ કોર્ષ ઉપરાંત નોન–પ્રોફેશનલ કોર્ષીષમાં પણ વિધાર્થીઓને સ્કીલ આધારીત શિક્ષણ ઉપબલ્ધ કરાવવા રાય સરકાર કટિબધ્ધ છે. શિક્ષણ રાય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ–જીકેસ પોર્ટલ થકી રાયના વિધાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા અત્યતં સરળ બની જશે. એટલું જ નહિ, એડમિશન માટે કોલેજોમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિધાર્થી અને વાલીઓએ અનુભવવી પડતી હતી તેનું નિરાકરણ આવી જશે. ટેકનોલોજીની મદદથી 'અરજી એક, વિકલ્પ અનેક'ના ધ્યેય સાથે ખાસ પોર્ટલ તૈયાર કરી આ પ્રકારની કોમન એડમિશન પ્રક્રિયા શ કરનાર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે જેનું ગર્વ છે. આ પોર્ટલથી સમગ્ર એડમિશન પ્રક્રિયા ઝડપી થશે જે આવનાર સમયમાં વરદાનપ સાબિત થશે.
આ પોર્ટલ દ્રારા માત્ર સ્નાતક કક્ષાના જ નહિ, પરંતુ અનુસ્નાતક, પી.એચ.ડી. એવા અભ્યાસક્રમો માટેનું કોમન અડિમશન રહેશે. વિધાર્થીની અનેક વિટંબણાઓનો આ પોર્ટલ થકી અતં આવશે. સામાન્યત: મનપસદં યુનિવર્સિટી તેમજ કોલેજ, અનુકૂળ અભ્યાસક્રમ પસદં કરવાની પ્રક્રિયા તેમજ દરેક જગ્યાએ બ જવાની તમામ પરિસ્થિતિનો અતં આવશે. માહિતીના અભાવે ઘણી વાર ખોટા અભ્યાસક્રમમાં, ખોટી રીતે એડિમશન લેવાની ભૂલ થતી હોય છે. વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ તકમાંથી ઉત્તમ તક ઝડપીને પ્રક્રિયા સરળ બનાવવી એ જ આ પોર્ટલનું કામ છે.
આ પોર્ટલને કારણે બારમા ધોરણ પછી વિધાર્થી અને વાલીને આટ્રસ, કોમર્સ, સાયન્સ, રલ સ્ટડીઝના અનેકવિધ અભ્યાસક્રમો છે, અનેક યુનિવર્સિટીઓ છે, અનેક કોલેજો છે તેમાંથી પોતાની મનપસદં સંસ્થા અને અભ્યાસક્રમ પસદં કરવાની વિશાળ તક પ્રા થાય છે. અલગ અલગ જગ્યાએ જઈને લાંબી મુસાફરી, લાંબી પ્રક્રિયામાંથી મુકિત મળે છે. અલગ અલગ સંસ્થાઓમાં જે પ્રવેશ ફી ભરવી પડે છે તેમાંથી પણ મુકિત મળે છે. પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને તમામ વિધાર્થી સરળતાથી અપ્લિકેશન કરી શકશે.
ગાંધીનગર ખાતે યોજાયેલ પોર્ટલ લોન્ચિંગ પ્રંસગે, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર, ટેકનીકલ શિક્ષણ વિભાગના કમિશ્નર બંછા નીઘી પાની, હાયર એયુકેશન વિભાગના ડાયરેકટર પરિમલ પંડા, રાયની વિવિઘ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજીસ્ટ્રાર ઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોર્ટલની વિશેષતાઓ
સરળતાથી ડોકયૂમેન્ટસ અપલોડ કરી શકાય છે. અનેક વિષયો પસદં કરી શકાય છે. જે તે સંસ્થા કે યુનિવર્સિટી દ્રારા જે પ્રવેશપ્રક્રિયાની યાદી તૈયાર થાય છે તેનાં નોટિફિકેશન્સ સરળતાથી રજિસ્ટર થયેલા મોબાઈલ ફોન અને ઈ–મેઈલ થકી પ્રા થાય છે. તમામ યુનિવર્સિટીઓને વિધાર્થીઓના રજિસ્ટ્રેશન પછીથી એડિમશનની પ્રક્રિયાની સ્વાયત્તતા રહેશે. માત્ર એક જ વખત પ્રવેશ ફ્રી ભરીને લાંબી, થકવી નાખનારી, ખર્ચાળ પ્રક્રિયામાંથી મુકિત મેળવીને અડિમશનની પ્રક્રિયા સરળ કરનારા આ પોર્ટલ થકી વિધાર્થીને અને વાલીને ખૂબ જ સહાય મળશે.
કઇ ૧૪ યુનિવર્સિટીઓમાં આ પોર્ટલ લાગુ પડશે ?
ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી–વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટીટુટ ઓફ ટીચર એયુકેશન આઈ્રઆઈટીઈ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિગુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ગુ ગોવિંદ યુનવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભકત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી , ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech