રાજકોટ પોલીસ માટે ગર્વની ક્ષણ કહી શકાય તેમ દેશની સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટસ ઇવેન્ટસમાંની એક ગણાતી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું ૭૪ મું સંસ્કરણ આવનાર ૪ ડિસેમ્બરથી ૧૪ ડિસેમ્બર દરમિયાન રાજકોટ શહેરમાં આયોજન થવાનું છે. હોકી ચેમ્પિયનશિપનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. આ ટૂર્નામેન્ટમાં દેશભરમાંથી આઠ મહિલા અને ૨૪ પુરૂષની મળી ૩૨ ટીમો ભાગ લઇ પોતાની પ્રતિભા દેખાડશે. ટૂર્નામેન્ટના ઓયોજનને લઇ રાજકોટ પોલીસ દ્વારા તડામાર તૈયાર ચાલી રહી છે.
રાજકોટમાં આગામી ૪ ડિસે. થી ૧૪ ડિસે. સુધી યોજાનાર ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં ભારતભરના વિવિધ રાજ્ય પોલીસ દળો, કેન્દ્ર સરકારની અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓની કુલ ૩૨ ટીમો ભાગ લેશે, જેમાં ૨૪ પુરુષ ટીમો અને ૮ મહિલા ટીમો સમાવેશ થાય છે. ભારતની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપતા દળોના ખેલાડીઓ માટે આ ટૂર્નામેન્ટ તેમની પ્રતિભા રજૂ કરવાનો એક મહત્વનું મંચ છે.
જેમનું આયોજનનું સહભાગ્ય રાજકોટ શહેર પોલીસને મળ્યું છે. જેમના માટે રેસકોર્સમાં આવેલ મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ - આધુનિક સુવિધાઓ સાથેનું આંતરરાષ્ટ્રીય સ્તરનું મેદાન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ - રાજ્ય સ્તરની અનેક ચેમ્પિયનશિપનું યજમાન રહી ચૂકેલું મેદાનમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બંને મેદાનોમાં શહેર પોલીસ દ્વારા ખેલાડીઓને વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ અને તાલીમ માટેની જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખેલાડીઓ માટે વિશેષ આરામગૃહો, ટ્રેનિંગ ઝોન અને મેડિકલ સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.
હોકી ચેમ્પિયનશિપનું આગામી તા. ૪ ડિસેમ્બર ના રોજ ઉદઘાટન કરવામાં આવશે. જેમાં લ મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને સમગ્ર દેશના ખેલાડીઓ હાજર રહેશે.
આ હોકી ચેમ્પિયનશીપનું રિહર્સલ ૩ ડિસેમ્બરના રોજ યોજાશે. ૧૪ ડિસેમ્બર ના સમાપન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજેતા અને રનર-અપ ટીમોને ટ્રોફી તથા પુરસ્કારો આપવામાં આવશે. સમારંભમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ગુજરાતની પરંપરાનો આદર્શ દર્શાવતી ઇવેન્ટો પણ યોજાશે. જેમાં અતિથી વિશેષ તરીકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે.હોકી ચેમ્પિયનશીપનું ઉદઘાટન અને સમાપન સમારંભ તેમજ રાજ્ય પોલીસ વડાનું ડિનરનું આયોજન પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.
તંદુરસ્તી, ટીમ વર્ક, અનુશાસન, ચેમ્પિયનશિપનો મુખ્ય હેતુ
આ સમગ્ર ટુર્નામેન્ટના આયોજનનો મુખ્ય હેતુ ભારતના સુરક્ષા દળોમાં શારીરિક તંદુરસ્તી, ટીમ વર્ક, અનુશાસન, રમત-ગમત સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનો છે.ભારતના વિવિધ પોલીસ તથા અર્ધલશ્કરી દળોની એકતા અને રમતગમત પ્રત્યેની લાગણી વધે તે પણ આ ઇવેન્ટનો એક મહત્વપૂર્ણ પાસું છે
ચેમ્પિયનશિપને લઇ તમામ વ્યવસ્થા સુનિશ્ચત કરાઇ
સ્થાનિક રમતપ્રેમીઓ અને હોકી ચાહકો આ ચેમ્પિયનશિપ માટે ઉત્સુક છે અને મોટી સંખ્યામાં દર્શકોની હાજરીની શક્યતા છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા સુરક્ષાની વિશેષ વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્ટેડિયમ સુરક્ષા, મેડિકલ સપોર્ટ અને ખેલાડીઓના નિવાસની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.
ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ
લલિતકુમાર ઉપાધ્યાય
ઉતરપ્રદેશ પોલીસ ફોર્સની ટીમના ખેલાડી લલિતકુમાર ઉપાધ્યાય એક ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી છે. તેઓ ૨૦૨૦ માં ટોક્યો તેમજ ૨૦૨૪ માં પેરિસમાં ઓલિમ્પિક રમતોમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ભારતીય ટીમના સભ્ય હતા. ૨૦૨૧ માં, ઉપાધ્યાયને રમતગમતમાં શ્રેષ્ઠતા બદલ અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ૨૦૨૨ થી ઉત્તર પ્રદેશ પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. ભારત માટે બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા લલિત ઉપાધ્યાયે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. લલિતકુમાર ઉપાધ્યાયે ભારત માટે સિનિયર સ્તરે ૧૮૩ મેચ રમી, ૬૭ ગોલ કર્યા છે.
આકાશદીપ સિંહ
આકાશદીપ સિંહ એક ભારતીય ફિલ્ડ હોકી ખેલાડી છે જે હોકી ઈન્ડિયા લીગ અને ઈન્ડિયા હોકી ટીમમાં ઉત્તર પ્રદેશ વિઝાર્ડ્સ માટે ફોરવર્ડ તરીકે રમે છે તેઓ ૨૦૦૬ માં લુધિયાણામાં પીએયુ હોકી એકેડેમીમાં જોડાયા અને પછી જલંધરમાં સુરજીત હોકી એકેડેમીમાં જોડાયા. ૨૦૧૩ માં, સિંહને હોકી ઈન્ડિયા લીગના દિલ્હી વેવરાઇડર્સમાં હરાજી કરવામાં આવ્યા હતા. ૨૦૨૩ ના શિયાળા સુધીમાં, તેઓ કેનેડાની આલ્બર્ટા યુનિવર્સિટીમાં જૈવિક અને રાજકીય વિજ્ઞાનમાં મુખ્ય વિષય તરીકે અભ્યાસ કરતા હતા. સિંઘ યુવા ભારત હોકી ટીમના કેપ્ટન હતા અને ભારતની સિનિયર ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમણે રિયોમાં ૨૦૧૬ ઓલિમ્પિક રમ્યા હતા. તેમણે ૩૩ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા હતા. સિંઘે ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ૨૦૧૮ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં, તેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
શમશેર સિંહ
પંજાબ પોલીસમાં ફરજ બજાવતા શમશેર સિંહ એક ભારતીય ફિલ્ડ હોકી ખેલાડી છે જે ફોરવર્ડ તરીકે રમે છે. શમશેર સિંહે ઓમ્પીક ગેમ્સમાં પેરીસમાં ૨૦૨૪ માં બ્રોન્ઝ મેડલ તેમજ ટોક્યોમાં ૨૦૨૦ માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમજ સને ૨૦૨૨ માં ઇગ્લેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ તેમજ ૨૦૨૨ માં એશીયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ તેમજ હિરો એશીયન ચેમ્પિયનશીપ માં ૨૦૨૧ માં ઢાકામાં બ્રોન્ઝ મેડલ તેમજ ૨૦૨૩ માં ચેન્નાઇમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.