સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બધા હિન્દુ નામની આગળ હિન્દુ લખો: ધીરેન્દ્ર શાસ્ત્રી
મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર એક અપીલના કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ તેમના ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના નામની આગળ હિન્દુ લખવાનું શરૂ કરવું જોઈએ, આ એક ક્રાંતિ સર્જશે.
બાગેશ્વરના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા છતરપુર સ્થિત બાગેશ્વર ધામમાં 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે 18 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી હતું, જેમાં તેમણે તમામ શ્રદ્ધાળુઓને ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિત તેમના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના નામની આગળ હિંદુ લખવાનું શરૂ કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે કથા સાંભળવા આવેલા તમામ ભક્તોને તેમના મોબાઈલ કાઢી લેવા કહ્યું અને કહ્યું કે તમે બધા આ વીડિયો તમારા મોબાઈલમાં રેકોર્ડ કરો. જાતિના ભેદભાવને દૂર કરવા માટે તમારી જાતિના નામની આગળ હિન્દુ ઉમેરવાનું શરૂ કરો.
ઉદાહરણ આપતાં શાસ્ત્રીએ કહ્યું કે હિંદુ અંકિત, હિંદુ સત્યમ, હિંદુ મનીષ, હિંદુ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ઉપયોગ શરૂ કરો. દરેક વ્યક્તિએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના નામની આગળ હિંદુ લગાવવું જોઈએ, આ એક ક્રાંતિ સર્જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુયોર્ક ટાઈમ્સ બાદ વોશિંગ્ટન પોસ્ટે પણ માની પાકિસ્તાન સામે ભારતની જીત
May 15, 2025 03:07 PMપોરબંદરમાં પોલીસે ઔદ્યોગિક એકમોના સંચાલકો સાથે યોજી બેઠક
May 15, 2025 02:54 PM૧.૦૮ કરોડના ગેરકાયદે બાયોડીઝલ મામલે ભરત રામાણીના આગોતરા જામીન રદ કરવાની અરજી ફગાવી દેવાઈ
May 15, 2025 02:52 PMબોખીરા-કુછડી રોડ પર કેનાલમાં માછલાના નિપજ્યા શંકાસ્પદ મોત
May 15, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech