BREAKING NEWS

રાજકોટમાં સૌથી વધુ મત મેળવનાર ટોપ 10 ઉમેદવારમાં તમામ ભાજપના

  • April 29, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ સોશ્યલ મીડિયામાં પ્રચાર પ્રસાર માટે એક ગીત બનાવ્યું હતું જેના શબ્દો હતા જન સમર્થન... ભાજપને...! આ શબ્દો રાજકોટમાં ખરા અર્થમાં સાર્થક થયા છે. રાજકોટ મહાનગરપાલિકામાં ૬૫ બેઠક સાથે ભાજપે ફરી સત્તાનું સુકાન કબજે કર્યું છે એટલું જ નહીં પરંતુ સૌથી વધુ મત મેળવનાર ટોપ ૧૦ કોર્પોરેટરોમાં પણ તમામ કોર્પોરેટરો ભાજપના છે. રાજકોટ શહેરમાં આપ ઉપર તો મતદારોએ ઝાડું ફેરવી દીધું છે, જ્યારે કોંગ્રેસને સાત બેઠક મળી છે પરંતુ ભાજપના ઉમેદવારોને જેટલા મત મળ્યા છે તેટલા મત કોંગ્રેસના કોઇ જ ઉમેદવારને મળ્યા નથી તે વાસ્તવિકતા છે.


લોકસભા કે વિધાનસભાની ચૂંટણીની તુલનાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રસાકસી અને ખેંચતાણ વધુ જોવા મળતી હોય છે તેમજ હાર-જીત પણ સામાન્ય મતોથી થતી હોય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની છેલ્લી બે ચૂંટણીથી તો ભાજપના ઉમેદવારો મહાપાલિકાની ચૂંટણી વિધાનસભા જેટલા મોટા માર્જિનથી જીતી રહ્યા છે. ફેક્ટર કોઇ પણ હોય ભાજપના ઉમેદવારો ફ્ક્ત જીત મેળવતા નથી પરંતુ પ્રચંડ જન સમર્થન સાથે વિજેતા થાય છે. સામાન્ય રીતે ચૂંટણી પરિણામો બાદ હાર-જીતનું માર્જિન જોવાતું હોય છે પરંતુ આ વખતે સમગ્ર શહેરનું કુલ મતદાન ૫૧.૬૦ ટકા હતું તેમ છતાં જે મતદારોએ મતદાન કર્યું તેમણે પેનલ ટુ પેનલ ભાજપ તરફી મતદાન કર્યું તે બાબત ટોપ ટેન વિજેતા ઉમેદવારોને મળેલા મત ઉપરથી પુરવાર થાય છે. ભાજપને ફક્ત જીત જ મળી રહી નથી પરંતુ જનાધાર પણ સતત વધી રહ્યો છે તે બાબત મળેલા મત ઉપરથી પુરવાર થાય છે.


વોર્ડ નં.૯ અને વોર્ડ નં.૧૧ તો ભાજપના ગઢ છે તે સર્વવિદિત છે પરંતુ વોર્ડ નં.૩માં નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજાની પેનલને મળેલી જીત વધુ મહત્વની છે કારણ કે વોર્ડ નં.૩ને નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજાએ ભાજપનો ગઢ બનાવ્યો છે.


સૌથી વધુ મત મેળવનાર ટોપ ટેન ઉમેદવાર

ક્રમ વિજેતા ઉમેદવાર વોર્ડ નં. મળેલા મત

૧.ભારતીબેન ફર્નાન્ડિઝ પાડલીયા, વોર્ડ નં.૧૧: ૨૩,૮૨૭ મત

૨.મહેશ લવજીભાઈ પીપળીયા, વોર્ડ નં.૧૧: ૨૨,૯૫૧ મત

૩.અલ્પેશ હરેશભાઇ મજેઠીયા, વોર્ડ નં.૩: ૨૨,૪૮૫ મત

૪.અલ્પાબેન દિપકભાઇ દવે, વોર્ડ નં.૩: ૨૨,૪૧૪ મત

૫.નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા, વોર્ડ નં.૩: ૨૨,૨૦૮ મત

૬.મિતલબેન લાઠીયા, વોર્ડ નં.૧૧: ૨૧,૩૭૪ મત

૭.એડવોકેટ રક્ષિત કલોલા, વોર્ડ નં.૧૧: ૨૧,૦૩૯ મત

૮.હીનાબેન નવીનભાઈ બેલાણી, વોર્ડ નં.૩: ૨૦,૮૫૬ મત

૯.જયસુખભાઇ મગનભાઇ કાથરોટિયા, વોર્ડ નં.૯: ૨૦,૦૮૧ મત

૧૦.દક્ષાબેન ભરતભાઇ વસાણી, વોર્ડ નં.૯: ૧૮,૬૦૨ મત



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application