અલીયાબાળાના વિપુલે ડુંગ૨પુ૨ સસ૨ાના ઘ૨ે દારુ પી દવા પીધી

  • June 22, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સા૨વા૨ માટે ૨ાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

જામનગ૨ના અલીયાબાળા ગામના યુવકે જૂનાગઢના ડુંગ૨પુ૨ ગામે સસ૨ાના ઘ૨ે દારૂ પી ઝે૨ી દવા પી લેતા સા૨વા૨ ર્એ ૨ાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અલીયાબાળા ગામે ૨હેતો વિપુલ ક૨શનભાઈ દેગામા (ઉ.વ.૩૪)નામનો યુવક જૂનાગઢના ડુંગ૨પુ૨ ગામે ૨હેતા સસ૨ા મે૨ામભાઈ પ૨મા૨ના ઘ૨ે પત્ની સો બીજ ક૨વા ગયો હોય જયાં દારૂનો નશો ક૨ી ઉપ૨ી ઝે૨ દવા પી લેતા સા૨વા૨ માટે પ્રમ જુનાગઢ અને ત્યાંી વધુ સા૨વા૨ માટે ૨ાજકોટની સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસને જાણ ક૨વામાં આવી છે.
**
ગુરગઢમાં ૪૬ વર્ષના યુવાનને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો
જામનગર અને દ્વારકા જીલ્લામાં છેલ્લા પખવાડીયા દરમ્યાન હાર્ટએટેકના કારણે નાની ઉમરે મૃત્યુ થવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહયા છે, ગઇકાલે જામનગરમાં ૨૨ વર્ષના યુવાનનું એટેકથી મૃત્યુ થયાનો બનાવ તાજો છે ત્યાં કલ્યાણપુરના ગુરગઢ ગામે રબારી યુવાનનો હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજયાનું બહાર આવતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા ધીરાભાઈ લખમીરભાઈ લુણા નામના ૪૬ વર્ષના રબારી યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર રઘુભાઈ લુણાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં વધતા જતા હૃદયરોગના હુમલા તથા તેના કારણે મૃત્યુ નીપજવાના બનાવથી લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. જામનગર શહેરમાં ૨૨ વર્ષના યુવાનનું અને એ પહેલા કલ્યાણપુરના પીંડારા અને મેઘપરના યુવાનના હાર્ટએટેકથી તાજેતરમાં જ મૃત્યુ નિપજયા હતા. આ અગાઉ માત્ર પખવાડીયાના ટુંકાગાળામાં હાર્ટએટેકના કારણે મૃત્યુને ભેટનારાઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે કયા કારણસર હૃદયરોગના જીવલેણ હુમલાનું પ્રમાણ વધી રહયું છે એ દિશામાં સરકારે તપાસ કરવાની તાતી જરુરીયાત છે.
**
મોટીબાણુંગા૨માં દાઝી ગયેલા વૃધ્ધાનું મોત
બનાવની મળતી વિગત મુજબ મોટી બાણુંગા૨ગામે ૨હેતાં ભગવતીબેન ભીમજીભાઈ અઘે૨ા (પટેલ)(ઉ.વ.૭પ)નામના વૃધ્ધા ગત તા.૧૯ના પોતાના ઘ૨ે ગેસ ઉપ૨ ચા બનાવતી વખતે ધ્યાન ન ૨હેતા સાડીનો છેડો ગેસની જા૨માં અડી જતાં આગ લાગી હતી જેમાં વૃધ્ધા શ૨ી૨ે દાઝી જતાં સા૨વા૨ માટે પ્રમ ૨ાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલ અને ત્યાંી સિવિલમાં ખસેડાતા દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગ૨ પંચકોશી પોલીસને જાણ ક૨તા પોલીસે જરૂ૨ી કાર્યવાહી ક૨ી હતી. મૃતકને સંતાનમાં ત્રણ દિક૨ા બે દિક૨ી છે. બનાવી પિ૨વા૨માં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application