એક તરફ સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેર ફરી વળી છે અને કાશ્મીરમાં તાપમાન ૫ ડીગ્રી સુધી પહોચી ગયું છે તો બીજી તરફ દક્ષીણ ભારતમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને તમિલનાડુ અને આંધ્રમાં હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે, બીજી તરફ તમિલનાડુમાં ભારે વરસાદને કારણે ૧૧ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. માછીમારોને ૧૩ ડિસેમ્બર સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. ભારે વરસાદના પગલે જન જીવન પર વ્યાપક અસર પડી છે.બંગાળની ખાડીના દક્ષિણ–પશ્ચિમ ભાગમાં રચાયેલું ઐંડા નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ–ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને શ્રીલંકા અને તમિલનાડુના દરિયાકાંઠાની નજીક આવી ગયું છે જેના લીધે તમિલનાડુમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
દક્ષિણ ભારતમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં આગામી ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ખરાબ હવામાનની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ચેન્નાઈ અને તમિલનાડુના અન્ય ૧૦ જિલ્લાઓમાં આજે એટલે કે ૧૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ શાળાઓ બધં કરી દેવામાં આવી છે.
તમિલનાડુ, કેરળ સહિતના રાયમાંં આઈએમડીએ બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કયુ
તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદને કારણે આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તટીય આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વરસાદની અસરને ઓછી કરવા માટે એનડીઆરએફ અને રાયની ઈમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે.
દિલ્હીમાં સીઝનની સૌથી ઠંડી સવાર નોંધાઈ, સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર
રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતીય રાયોમાં કોલ્ડ–વેવની સ્થિતિએ કબજો જમાવ્યો છે, જે હાલમાં ૪.૮ ડિગ્રી સેલ્સિયસ પર થીજી રહ્યું છે, જે આ સિઝનમાં સૌથી ઓછું છે. ભારતીય હવામાન વિભાગએ આગાહી કરી છે કે ગુવારે શહેરનું લઘુત્તમ તાપમાન ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. બુધવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૪.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને અન્ય રાયોમાં પણ ઠંડીની લહેર પ્રસરી છે. જમ્મુ–કાશ્મીરમાં બુધવારે નવેસરથી હિમવર્ષા થઈ હતી.આજે દિલ્હીમાં સીઝનની સૌથી ઠંડી સવાર નોંધાઈ હતી. મંગળવારે દિલ્હીના ઈન્ડિયા ગેટ પર, સવારના મુસાફરોએ ૮–૧૦ કિમીકલાકની ઝડપે ઉત્તર–પશ્ચિમ તરફથી ફંકાતા ઠંડા પવનોનો સામનો કરવો પડો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech