જામનગર પંથકમાં શરાબની રેલમછેલ: કાલાવડ નજીક 1860 બોટલ કબજે

  • June 29, 2021 10:26 AM 

નાના વડાળામાં વાડીના ગોડાઉનમાં દરોડો : રાજકોટનો શખ્સ ફરાર: શરાબનો જથ્થો, વાહનો મળી 9.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, લેયારા, ગુલાબનગર બાદ જંગી જથ્થો પકડવામાં પોલીસની હેટ્રિક

જામનગર પંથકમાં શરાબની રેલમછેલ જોવા મળી રહી છે, છૂટાછવાયા દરોડાઓ યથાવત રહેવા પામ્યા છે દરમિયાનમાં જામનગર પોલીસે તાજેતરમાં જ લયારા સીમમાંથી શરાબ ભરેલો ટ્રક કબ્જે કર્યો હતો અને એ પછી ગુલાબ નગર માંથી વધુ એક શરાબ ભરેલો ટ્રક પકડવામાં પોલીસને સફળતા મળી હતી દરમિયાનમાં કાલાવડ નાના વડાળામાં વાડીના ગોડાઉનમાંથી વધુ શરાબની 1860 બોટલ જેટલો જંગી જથ્થો મળી આવતા પોલીસે માતબર શરાબ પકડવાની હેટ્રિક નોંધાવી છે, કુલ 9.45 લાખનો જથ્થો કબજે કર્યો હતો જ્યારે આરોપી રાજકોટનો શખ્સ હાજર મળી આવ્યો ન હતો જેને ફરાર જાહેર કરાયો છે.

જાણવા મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામની સીમમાં આવેલ રાજકોટના કુલદીપસિંહ જાડેજાની વાડીના ગોડાઉનમાં અંગ્રેજી શરાબનો જંગી જથ્થો વેચાણ અને હેરફેર કરવા માટે રાખવામાં આવ્યો છે એવી હકીકતના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ સદગુરુ નગર મઢુલી પાસે રહેતો કુલદીપસિંહ ભગીરથસિંહ જાડેજા નામના શખ્સે કાલાવડ તાલુકાના નાના વડાળા ગામની સીમમા આવેલી પોતાની વાડીના ગોડાઉનમાં ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જેમાં મેકડોનાલ્ડ્સ નંબર વન વિસ્કી ની બોટલો નંગ 996, રોયલ ચેલેન્જ ક્લાસીસ પ્રીમિયમ વ્હિસ્કી બોટલો નંગ ૩૧૨, બ્લેન્ડર પ્રાઇસ અલ્ટ્રા પ્રીમિયમ વ્હિસ્કી ની બોટલ નંગ 408, ઓલ સેશન ગોલ્ડન કૉલેકશન રિઝર્વ વિસ્કી 144 બોટલો મળીને કુલ શરાબની 1860 બોટલો જેની કિંમત રૂપિયા 9.30 લાખ નો જથ્થો મળી આવ્યો હતો.

અંગ્રેજી દારૂની હેરફેર કરવા તેમજ માલ પહોંચાડવા માટે ઉપયોગમાં લીધેલ સ્પ્લેન્ડર પ્લસ નંબર જીજે 11ક્યુ 5328 સહિત કુલ 9 લાખ 45 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

દરોડા વખતે રાજકોટનો કુલદીપસિંહ ભગીરથસિંહ જાડેજા હાજર મળી આવ્યો ન હતો, તેની સામે ગ્રામ્ય પોલીસમાં પ્રોહીબીશન મુજબ ગુનો દાખલ કરીને તપાસ લંબાવવામાં આવી છે. ઉપરોક્ત દરોડાની કાર્યવાહી કાલાવડ ગ્રામ્યના પીઆઈ એચ. વી. પટેલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર પોલીસ દ્વારા તાજેતરમાં જ જુદા જુદા સ્થળોએ દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા જે યથાવત રહ્યા છે અને હાલમાં જ એલસીબીની ટુકડીએ ધ્રોલના લેયરા સીમમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો ભરેલી ટ્રક સહિતનો ૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો એ પછી જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાંથી વધુ એક દારૂ ભરેલો ટ્રક સહિત સહિત 37 લાખનો મુદ્દામાલ સીટીબી પોલીસે કબજે કર્યો હતો અને દરોડાની તપાસ ચાલુ છે ત્યાં નાના વડાળામાં વધુ એક વિશાળ શરાબનો જથ્થો પોલીસે પકડી પાડવામાં આવતા પોલીસ દ્વારા માતબર શરાબ પકડવાની સફળ દરોડાની હેટ્રિક કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS