જામનગર પંથકમાં શરાબની રેલમછેલ: 1026 બોટલ કબજે

  • June 08, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

10 શખસો ઝડપાયા: સપ્લાયરોના નામ ખૂલ્યા: લાલપુર બાયપાસ, દિગ્જામ સર્કલ, બેડ, કેશિયા, ભાદરા પાટિયામાં પોલીસ ત્રાટકી: કાર, દારુનો જથ્થો, મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ કબજે

જામનગર પંથકમાં અંગ્રેજી શરાબની રેલમછેલ જોવા મળી રહી છે, બાતમીના આધારે પોલીસ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં દારુ અંગે દરોડા પાડી કુલ 10 શખસોને શરાબની 1026 બૉટલ સાથે પકડી લીધાં હતાં જ્યારે સપ્લાયરના નામ ખૂલ્યા હતાં. શહેરના લાલપુર બાયપાસ, દિગ્જામ સર્કલ, બેડ, જોડિયાના ભાદરા પાટિયા, કેશિયા જેવા સ્થળોએ પોલીસ ત્રાટકી હતી.

જામનગરના લાલપુર બાઈપાસ ખાતે ગૌશાળા નજીક એક બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસે દરોડો પાડી જામનગરના ખોજા ગેઈટ પાસે રહેતાં શાહનવાઝ ઉર્ફે ટોની દિલાવર દરજાદા (ઉ.વ.28) તથા સનસિટી-2 ખાતે રહેતાં વસીમ યુસૂફ દરજાદા આ બન્નેને પોતાના કબજાની છોટા હાથી વાહન નં.જીજે-10-વાય-3145માં ઈંગ્લીશ દારુની 49 પેટી બૉટલ નં.588 લઈને નીકળતાં પકડી લીધો હતો. પોલીસે કુલ રુ. 3 લાખ 94 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કાર્યવાહી સિટી ‘એ’ પીઆઈ જલુની સૂચનાથી પીએસઆઈ મોઢવાડિયા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત જોડિયા પોલીસ દ્વારા બાતમીના આધારે કેશિયા ગામના તળાવ પાસેના રોડ પર વનર્િ કાર નં.જીજે-3-કેપી-7036માં ચાલક દાનો જથ્થો લઈને નીકળ્યો છે એવી હકીકતના આધારે દરોડો પાડી તલાશી લેતાં કારમાંથી 198 બૉટલ અને કાર મળી કુલ રુ.570800નો મુદ્દામાલ મળી આવ્યો હતો, આ અંગે કાર ચાલક અને તપાસમાં જે ખૂલે તેની સામે ફરિયાદ કરી હતી. આ દરોડો જોડિયા પીએસઆઈ ચુડાસમા તથા સ્ટાફ દ્વારા પાડવામાં આવ્યો હતો.

દરમિયાન કેશિયા ગામના તળાવ પાસે ઉકત નંબરની કારના ચાલકે પૂર ઝડપે-ગફલતથી ચલાવી કેશિયા ગામથી વીરબા મંદિરની દિવાલ સાથે ઠોકર મારી નુકસાન કરી ચાલક નાસી છૂટ્યો હતો. આ અંગે બે જુદી-જુદી ફરિયાદ દાખલ કરીને  નંબરના આધારે કાર ચાલકની તલાશ આદરવામાં આવી છે.

વધુ એક દરોડામાં જોડિયા પોલીસે ભાદરા પાટિયાથી લખતર તરફ એકા’દ કિમીના વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી હાલ કૈલાસનગર, ગલપાદર, ગાંધીધામ (કચ્છ)ના શખસ જયરાજસિંહ ખેતુભા સોઢા અને ગાંધીધામનો રાકેશ યાદવ, જોડિયાના બાલાચડીનો જયપાલસિંહ વનરાજસિંહ વાઘેલા નામના ઈસમો વિદેશી દારુ લઈને આપવા માટે આવે છે, આથી કારને આંતરીને તલાશી લેતાં તેમાંથી શરાબની 190 બોટલ મળી આવી હતી. પોલીસે સેવરોલેટ કાર નં.જીજે-7-બીએન-1151 અને મોબાઈલ, દારુ મળી કુલ 4 લાખનો મુદ્દામાલ કબજે કરી ઉપરોકત શખસો સામે અને તપાસમાં જે ખૂલે તે તમામ સામે પ્રોહિ. મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જામનગર એસપી દીપન ભદ્રનની સૂચનાથી દારુ અંગે દરોડા પાડવા એલસીબીની ટૂકડી પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબી ઈન્ચાર્જ પીઆઈ નિનામાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ ગોજિયા, પીએસઆઈ દેવમુરારિ, પીએસઆઈ ગોહિલ અને સ્ટાફના માણસો દ્વારા તપાસ આદરવામાં આવી હતી. દરમિયાન એલસીબીના અજયસિંહ ઝાલા અને યશપાલસિંહ જાડેજાને બાતમી મળેલ કે, જામનગર તાલુકાના બેડ ગામે વનરાજસિંહ જાડેજાના મકાનમાં દારુનો જથ્થો છે. દરોડો પાડીને 49 શરાબની બૉટલ, 3 મૉબાઈલ મળ કુલ 29175નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે બેડ ગામના વનરાજસિંહ ઉર્ફે મુનિયા વાગડ શિવુભા જાડેજા, જામનગર શાંતિનગર-6માં રહેતાં પ્રણવદીપસિંહ ઉર્ફે પાંચો ચંદ્રસિંહ વાઘેલા, 54-દિ.પ્લોટ, વિશ્રામવાડી પાસે રહેતાં જીજ્ઞેશ ઉર્ફે દાઢી વિનોદરાય ખીચડા અને પટેલ કોલોની 9ના છેડે રોડ નં.10/4માં રહેતો અજયસિંહ લખધીરસિંહ પરમારને પકડી લીધાં હતાં. આ અંગે એસએસઆઈ સંજયસિંહ દ્વારા પ્રોહિ. ધારા હેઠળ ફરિયાદ આપવામાં આવી હતી. આરોપીઓ દાનો જથ્થો સેલવાસમાં બારમાંથી લઈ આવેલ હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

વધુ એક દરોડામાં જામનગરના દિગ્જામ સર્કલ રોડ પર શહેરના વાઘેરવાડા ખડકી પાસે રહેતાં રમીઝ મહંમદ ઘોરીને ઈંગ્લીશ દારુની એક બૉટલ સાથે પકડી લીધો હતો. જ્યારે દારુ સપ્લાય કરનાર રણજીતનગર રોડ ખાતે રહેતો હિતેશ વાળંદનું નામ ખૂલ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS