રાજકોટ શહેરની મેગા સિટી તરફની દોડની સાથે સાયબર ક્રાઈમના કિસ્સાઓ પણ રોજિંદા વધી રહ્યા છે. પોલીસ દ્રારા ઓનલાઈન ફ્રોડ, સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માત્ર ઓનલાઈન સાઈટ પર અથવા તો ટોલ ફ્રી ૧૯૩૦ નંબર પર જ ફરિયાદનો આગ્રહ રાકી ચલક ચલાણું કરાવી ભોગ બનનારા લોકોને હેરાન કરાતા હોવાની રાજકોટ શહેર કોંગ્રેસ દ્રારા પોલીસ કમિશનરેન લેખિત ફરિયાદ (રજૂઆત) કરાઈ છે.
રજૂઆતમાં રાજકોટમાં સાયબર ક્રાઈમનો ભયજનક રીતે વધારો થઈ રહ્યાનું જણાવાયું છે. પોલીસ દ્રારા સંબંધિત પોલીસ મથકોમાં ભોગ બનનારની ફરિયાદ, અરજી લેવાતી નથી. સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવાના, ફેક આઈડી બનાવવાના અને આવા આઈડીના દુરઉપયોગ કરવામાં આવે છે. ઓનલાઈન ફ્રોડ કરી આથિર્ક ગુનાઓ આચરવામાં આવે છે. આવા ભોગ બનેલા વ્યકિતઓ સ્થાનિક કક્ષાએ પોલીસ મથકમાંથી જાણ કરે એટલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે મોકલી આપવામાં આવે છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચે તો ત્યાંથી ટોલ–ફ્રી નંબર ૧૯૩૦ પર ફરિયાદ કરવા અથવા તો સાયબર ક્રાઈમ ગર્વમેન્ટની સાઈટ પર જઈને ઓનલાઈન ફરિયાદ કરવાનું કહેવાય છે. અનેક વ્યકિતઓ એવા હોય છે કે જેને ઓનલાઈન પ્રોસિઝરનું જ્ઞાન નથી હોતું. ટોલ ફ્રી નંબર કાંતો અેંગેજ આવે અથવા તો કોલ લાગતા જ ડીસ કનેકટ થઈ જાય જયારે સાઈટ પર મહત્તમ સર્વર ડાઉન હોય છેનો કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી દ્રારા આક્રોષ વ્યકત કરાયો છે.
સાથે એવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે કે, રાજકોટ સિટી સાયબર ક્રાઈમ પોલીસ પાસે એથિકલ હેકર્સની ટીમ છે? જો હોય તો ગુનાઓના ભેદ ઝડપભેર કેમ ઉકેલાતા નથી? અત્યાર સુધીમાં કેટલા ગુના વણઉકેલાયેલા છે તે જાહેર કરવું જોઈએ. પોલીસે પ્રસિધ્ધિ પ્રેમમાંથી બહાર આવી ગુનાના ભેદ ઉકેલવાની ખરી કામગીરી કરવી જોઈએ. પોલીસ સિવિલિયન્સના બદલે ક્રિમિનલ્સને કરાવે તેવી રજૂઆતમાં રાજાણી સાથે ડો.હેમાંગ વસાવડા, ધરમ કાંબલિયા, મુકેશ ધોળકિયા, અશોકસિંહ વાઘેલા, જયવંતસિંહ ભટ્ટી, નિદત બારોટ, સંજય લાખાણી તથા કૃષ્ણકાંતે માગણી ઉઠાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech