સ્પેસ એક્સના ફાઉન્ડર એલન મસ્ક કમાણીમાં સૌથી આગળ છે અને દુનિયામાં સૌથી ઘનાવાન માણસ બની ગયા છે. એલને એમેઝોનના જેફ બેજોસને પણ પાછળ છોડી દીધા છે, જે ઘણા સમયથી સુનીયાના સૌથી ધનિક વ્યક્તિ હતાં. હવે એલન મસ્કની નેટવર્થ 188 બિલિયન યુએસ ડોલર એટલે કે 1,38,42,78,96,75,000 રૂપિયા થઇ ગઈ છે.જ્યારે જેફ બેજોસની સંપતિ 187 બિલિયન યુએસ ડોલર છે. એલને આટલી કમાણી કેમ કરી એ પ્રશ્ન થાય છે અને આજે અહી તે જ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે.
એલન મસ્ક અનેક કંપનીઓના કો-ફાઉન્ડર છે. એલન મસ્કે અત્યાર સુધીમાં અનેક કંપનીઓ બનાવી અને અનેક કંપનીઓ વેચી છે. તેમને સૌથી પહેલા ૧૯૯૫માં Zip2 કંપની બનાવી હતી જેને પછીથી Compaq કમ્પ્યુટરને વેચી દીધી હતી. ત્યારબાદ x.com કંપની બનાવી હતી. જેને પછીથી Paypal કરવામાં આવી હતી. એલન આ ઉપરાંત અનેક કંપનીઓમાં ભાગીદારી ધરાવે છે.
Space X- એલન મસ્ક ૨૦૦૧થી સ્પેસ સાથે જોડાયેલા આઈડીયા ઉપર કામ કરી રહ્યાં હતાં અને વર્ષ ૨૦૦૨માં Space X ખોલી. તેમને ૧૦૦ મિલિયન ડોલરના ખર્ચથી આ કંપની હોલી હતી. જે કંપની રોકેટ બનાવતી હતી અને અન્તરિક્ષમાં મોકલે છે.
ટેસ્લા તેની ઇલેક્ટ્રિક કાર માટે જાણીતી છે. વર્ષ ૨૦૦૪માં બોર્ડ ઓફ ડિરેક્ટરના રૂપમાં એલન ટેસ્લામાં જોડાયા હતાં. ત્યાર પછી કંપનીનો પ્રોગ્રેસ ઘણો થયો છે. આ ઉપરાંત એલનની ભાગીદારી સોલારસિટીમાં પણ છે. The Boring Company નામની કંપનીનું સંચાલન પણ એલનના હાથમાં છે અને તે ઇલેક્ટ્રિક ટનલ બનાવે છે. ઉપરાંત Neuralink કંપનીમાં એલન માણસના શરીર અને મગજને લઈને રોબોટનું સંશોધન કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationઆરોપ :રાહુલ ગાંધીએ શબ્દો દ્વારા કર્યા આકરા પ્રહાર, ક્લિક કરીને વાંચો કોણ બન્યું નિશાન
January 24, 2021 05:19 PMપ્રજાસત્તાક પર્વની પરેડ 2021 માં ભાગ લેવા દિલ્હી આવેલા કલાકારોને વાંચો શું કહ્યું પીએમ મોદીએ
January 24, 2021 05:10 PMચિકિત્સા :જાણો શું છે જાપાની વોટર થેરેપી, કેવી રીતે વજન ઘટાડવામાં છે મદદગાર
January 24, 2021 04:44 PMવાસ્તુશાસ્ત્ર :તમારા જમવાની દિશા નક્કી કરે છે તમારું સ્વાસ્થ્ય અને સફળતા
January 24, 2021 04:26 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech