પોરબંદરમાં ટી.બી.ના દર્દીઓને થયું અક્ષય કીટનું વિતરણ

  • September 25, 2024 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ પોરબંદર દ્વારા ક્ષયના દર્દીઓને પોષણયુક્ત આહાર અક્ષય કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
રોટરી ક્લબ પોરબંદર અને ઇનરવ્હીલ ક્લબ પોરબંદર દ્વારા  શહેરમાં ક્ષય રોગના દર્દીઓને પોષણયુક્ત આહાર અક્ષય કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ વિશિષ્ટ કાર્યક્રમ અંતર્ગત, કુલ ૪૫ પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ, જેની કિંમત ‚.૧૦૦૦ પ્રતિ કીટ છે. તથા ૪૦ પ્રોટીનના પાવડરના ડબ્બાનું પણ વિતરણ કરવામાં આવ્યુ છે. છેલ્લા સાત વર્ષથી રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આ કીટનું નિયમિત વિતરણ કરવામાં આવે છે. આ કીટમાં એવા ખાદ્ય પદાર્થો છે, જે ક્ષયના દર્દીઓના શરીરને જ‚રી પોષક તત્વો પુરા પાડવામાં મદદ‚પ છે. દર મહિને ૪૫ દર્દીઓને આ કીટનું વિતરણ કરવામાં આવે છે.આ આહારના કારણે ઘણા દર્દીઓના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થતો જોવા મળ્યો છે.રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબના સદસ્યોના આ મહાન કાર્યને અનેક લોકોએ વખાણ્યા છે.પ્રમુખ રો દિવ્યેશ સોઢા જણાવે છે કે, આ વિતરણ માટે સ્વ જમનાદાસ એન ‚પારેલ ( હ. રો. વિજય મજીઠીયા ) ૨૫૦૦૦ તથા રો. મુકેશ ઠક્કર તરફથી  ૫૦૦૦ નું આર્થિક અનુદાન મળેલ છે, એ દાતાઓનો  આભાર વ્યક્ત કર્યો હતો.આ સેવાકાર્યમાં મદદ‚પ થવા માટે, જાહેર જનતાને પણ આર્થિક સહયોગ આપવા માટે આહવાન કરવામાં આવે છે, જેથી વધુને વધુ દર્દીઓ સુધી આ સેવા પહોંચાડવામાં આવે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે ક્ષય રોગ સામે લડતા દર્દીઓમાં શારીરિક મજબુતી અને તંદુરસ્તી વધારવી અને તેમના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવો છે.વધુ માહિતી માટે રો દિવ્યેશ સોઢા (પ્રમુખ) મો.નં. ૯૩૨૭૮ ૦૪૧૩૧,રો.વિજય મજીઠીયા (પ્રોજેકટ ચેરમેન) મો.નં. ૯૮૯૮૧૦ ૩૨૩૧, રો.જયેશ પત્તાણી (પ્રોજેકટ કો-ઓર્ડીનેટર) મો.નં. ૯૮૨૫ ૦૪૭૬૯૬ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application