અક્ષય કુમારે એક વિડીયો શેર કર્યો છે જેમાં બન્ને હાથ છોડીને એટલે કે છૂટ્ટા હાથે બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો શેર કરીને અક્ષય કુમારે એની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી છે. આ સાથે ફિલ્મ ક્યારે રિલીઝ થશે એ પણ જણાવ્યુ છે.
બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે વર્ષ 2024માં અનેક ધાંસૂ ફિલ્મો લઇને આવશે. આ વર્ષે અનેક અવતારમાં અક્ષય કુમાર જોવા મળશે. અક્ષય કુમાર આ વર્ષે એક્શન કરતો જોવા મળશે. એક્ટરે હાલમાં એની અપકમિંગ મુવીની જાહેરાત કરી છે. વિડીયો દ્રારા એમના લુકની ઝલક બતાવી છે. આ ગીતની સાથે ફિલ્મના ટાઇટલનું એનાઉન્સમેન્ટ પણ કરી દીધુ છે. અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મનું નામ ‘સરફિરા’ છે. આ ફિલ્મના નામની જેમ અક્ષય કુમાર પણ પોતે ‘સરફિરે’ અવતારમાં જોવા મળી રહ્યો છે.
સામે આવેલા ‘સરફિરા’ ટાઇટલ એનાઉન્સમેન્ટ વિડીયોમાં અક્ષય કુમાર ઓલિવ શર્ટની સાથે ઓલિવ કાર્ગો પહેરતો જોવા મળી રહ્યો છે. બન્ને હાથ છોડીને છૂટ્ટા હાથે બાઇક દોડાવતો જોવા મળી શક્યો છે. આ લુકમાં અક્ષય કુમારન ડેશિંગ લાગી રહ્યો છે. અક્ષય એરપોર્ટ પર પણ ઉભેલો જોઇ શકાય છે. અક્ષય કુમારની આ ફિલ્મ 12 જુલાઇ 2024ના રોજ રિલીઝ થશે. અક્ષયે આ વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે..મોટા સપના જુઓ, એ તમને પાગલ કહે છે…‘સરફિરા’ 12 જુલાઇ 2024ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.
આ ફિલ્મની રીમેક છે ‘સરફિરા’
અક્ષય કુમારની આ ફિલ્મ ‘સરફિરા’ સાઉથની ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ સોરારઇની રિમેક છે. આ ફિલ્મમાં સૂર્યા લીડ રોલમાં હતો. સૂર્યા વાલેની ભૂમિકા નિભાવતો અક્ષય કુમાર નજરે પડશે. આ ફિલ્મને સુધા કોનગારાએ ડાયરેક્ટ કરી છે. અક્ષય આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મની કહાની પોતાના સપનાઓને પૂરા કરવાની ચાહતને પ્રદર્શિત કરશે.
આ ફિલ્મોમાં અક્ષય કુમાર જોવા મળશે
અક્ષય કુમાર મિશન રાનીગંજમાં નજરે પડ્યો હતો. આ વર્ષે અક્ષય કુમારની ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થશે. આમાં સેલ્ફી અને ઓહ માય ગોડ 2 શામેલ છે. સેલ્ફી પડદા પર કંઇ ખાસ કમાલ કરી શકી નહીં, પરંતુ ઓએમજી 2ને ફેન્સનો અઢળક પ્રેમ મળ્યો. આમ વાત મિશન રાનીગંજની કરીએ તો આ ફિલ્મમાં અક્ષય કુમારના કામ ક્રિટિક્સને પસંદ કરવામાં આવ્યા. ફિલ્મ બોક્સ ઓફિસ કમાલ ના કરી શકી, પરંતુ ફિલ્મની કહાની ઘણી સારી હતી. ‘સરફિરા’ સિવાય જલદી અક્ષય કુમાર બીજી અનેક ફિલ્મોમાં જોવા મળશે, જેમાં વેલકમ ટૂ જંગલ, બડે મિયાં છોટે મિયાં અને હેરા ફેરી 3માં શામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech