હાલમાં અક્ષય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં અભિનેતા બ્લેક હૂડી, કેપ અને માસ્ક પહેરીને મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળે છે.અક્ષય કુમારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમેય અક્કી આ રીતે લોકોને સરપ્રાઇઝ આપવા ટેવાયેલો જ છે.
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. અભિનેતાની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. હાલમાં જ અક્ષય કુમારે માલદીવ અને લક્ષદ્વીપ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ પછી અક્ષય કુમારે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. હાલમાં અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં અક્ષય કુમાર મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળે છે.
આ વાયરલ થયેલ વિડીયોમાં જોવા મળે છે કે તેને સિક્રેટ લુક રાખ્યો છે. અભિનેતા બ્લેક હૂડી, કેપ અને માસ્ક પહેરીને મુસાફરી કરતો જોવા મળે છે. આ વિડીયોમાં તે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે. મેટ્રોમાં તેની આસપાસ અન્ય લોકો પણ ઉભા હતા, પરંતુ કોઈ તેમને ઓળખી શક્યું ન હતું. અક્ષય સાથે નિર્માતા દિનેશ વિજન પણ જોવા મળ્યા હતા.
આ દરમિયાન તેને એક ચાહકે ઓળખી લીધો અને ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડ કરી લીધો. વીડિયો સામે આવતા જ ચાહકો ચોંકી ગયા કે અક્ષય કુમારે મેટ્રોમાં સફર કરી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જો કે આ પહેલીવાર નથી જ્યારે અક્ષય મેટ્રોની સવારી કરતો જોવા મળ્યો હતો. વર્ષ 2023માં પણ તે આવી જ રીતે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. એ સમયે તે પોતાની ફિલ્મ 'સેલ્ફી'નું પ્રમોશન કરી રહ્યો હતો અને અન્ય મુસાફરો સાથે વાત કરતો જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech