ગુજરાતની ૧૫૭ શાળાઓમાં ધોરણ ૧૦ ના તમામ વિધાર્થીઓ નાપાસ હૈયાની ટિટના પગલે ગુજરાતના રાજકારણમાં હોટ ટોપીક બન્યો છે. ગુજરાતમાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાના પરિણામ પર રાજકારણ શ થયું છે.
સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે ગુજરાત મોડલ પર સવાલો ઉઠાવ્યા હતાં. અખિલેશ યાદવની ટીપ્પણી પર શિક્ષણ મંત્રી પ્રફલ્લપાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, અખિલેશ યાદવે ખોટુ પરિણામ સોશિયલ મીડિયામાં મુકયું છે.ખોટી માહિતી ફેલાવીને બાળકોનું મનોબળ તોડવાનો આ પ્રયાસ છે. વાલીઓમાં પણ ભયનું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ છે. અખિલેશ યાદવ અને કેજરીવાલના પ્રયાસ સંપૂર્ણપણે નિંદનીય છે. ગુજરાત બોર્ડના પરિણામ હજુ સુધી જાહેર થયા નથી. શિક્ષણ બોર્ડ સંપૂર્ણ પારદર્શકતા સાથે કામ કરે છે. શિક્ષણ મંત્રી પ્રફલ પાનશેરિયાએ કહ્યું હતું કે, વાસ્તવિક બોર્ડના પરિણામો યોગ્ય સમયે જાહેર થશે. આ પરિણામો બોર્ડની અધિકૃત વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. તેમણે ખોટી માહિતીથી વાલીઓને દૂર રહેવા માટે અપીલ કરી હતી. એન્ટી સોશિયલ અને નિષ્ફળ નેતાઓ દ્રારા સોશિયલ મીડિયામાં નકલી બોર્ડ પરિણામોને લઈ વિધાર્થીઓ સાથે છેતરપિંડીનો પ્રયાસ કરાયો છે. બાળકોને તમારા ગંદા રાજકારણમાં ન ખેંચો. વિધાર્થીઓના ભાવિ પર ખોટી રાજકીય સ્ટન્ટબાજી કરશો નહીં.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામો હજી સુધી જાહેર કરાયા નથી. અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓએ જૂઠાણું ફેલાવી વિધાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ભ્રમ અને ભયનું વાતાવરણ ઊભું કરવાનું કામ કયુ છે.
ગુજરાત અને દેશની જનતા જાગૃત છે અને આવી ખોટી વાતોને સ્વીકારી લેતી નથી. આવા નકલી નેતાઓને જાગૃત મતદારો દ્રારા સમગ્ર દેશમાં જાકારો મળ્યો છે.શિક્ષણમંત્રી પ્રફલ પાનસેરિયાએ વધુમાં કહ્યું હતું કે, અમારી સરકારમાં રાયમાં શિક્ષણક્ષેત્રે સિસ્ટમેટિક સુધારાઓ આવ્યા છે.જેનાથી વિધાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, ટેકનોલોજી આધારિત શીખવાની સુવિધાઓ અને પાયાનું માળખાગત મજબૂતીકરણ મળ્યું છે.શિક્ષણ રાજકારણથી ઉપર છે. ગુજરાતના વિધાર્થી મેરિટ અને મહેનતથી આગળ વધી રહ્યા છે. દેશમાં પોતાના રાજકીય એજન્ડાને આગળ ધપાવા માટે કેટલાક પહેરાધારી ઈમાનદાર એન્ટી સોશિયલ અને રાષ્ટ્ર્ર વિરોધી નેતાઓ નકલી પરિણામો સોશિયલ મીડિયા પર શેર કરીને બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે. બાળકોના ભાવિ સાથે ખોટી માહિતી દ્રારા રમત રમવી ઘાતક છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનામાં હેલિકોપ્ટરની ભારે અછત, લશ્કરી કામગીરી પ્રભાવિત
April 19, 2025 10:54 AMઅમેરિકા ક્રિમીઆ પર રશિયાના નિયંત્રણને માન્યતા આપી શકે
April 19, 2025 10:50 AMકેજરીવાલે નિકટના પરિવારજનોની હાજરીમાં પુત્રીને પરણાવી
April 19, 2025 10:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech