રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ વખત આકાશા એરલાઇન્સનું 6557 નમ્બરની 185 સીટરની ચાર્ટર્ડ ફલાઇટ લેન્ડિંગ કર્યું હતું. ગઈકાલે દિલ્હીથી ખાસ પ્લેન આવ્યું હતું અને જેને 30 મિનિટ રાજકોટ ખાતે રોકાણ કયર્િ બાદ બેંગ્લોર માટે ઉડાન ભરી હતી. આ ફ્લાઈટમાં 175 જેટલા પેસેન્જરોએ મુસાફરી કરી હતી. આ ખાસ ફ્લાઈટ પોદાર પરિવાર એ બુક કરાવી હોવાનું જાણવા મળ્યું છે. બે દિવસ બેંગ્લોર ખાતે પ્રસંગ પૂર્ણ કર્યા બાદ ફરી 12 તારીખે આ ચાર્ટર્ડ પ્લેન રાજકોટ આવશે અને ત્યાંથી ફરી બેંગ્લોર જવા રવાના થશે.
મારવાડી ઉદ્યોગપતિ પરિવારમાં પ્રસંગ હોય તેમણે આકાશાનું ચાર્ટર્ડ પ્લેન દિલ્હીથી બુક કરાવ્યું હતું. જેમાં દિલ્હીથી પરિવારના 105 જેટલા પેસેન્જર આવ્યા હતા જ્યારે રાજકોટથી પરિવારના અન્ય 57 જેટલા સ્વજનો આકાશાના આ ચાર્ટડ પ્લેનમાં જતા કુલ 175 લોકો નોંધાયા હતા.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી અત્યારે એર ઇન્ડિયા અને ઈન્ડિગો તેમજ વેન્ચુરાની ફ્લાઈટનું ઓપરેશન ચાલી રહ્યું છે જ્યારે પ્રથમવાર જ આકાશાનું ખાસ વિમાન ઉદ્યોગપતિ પરિવારના પ્રસંગ માટે આવેલ છે. બેંગ્લોરથી 12 જુલાઈએ ચાર્ટર્ડ પ્લેન બપોરે 3.15 એ ઉડાન ભરી રાજકોટ આવશે અહીં 30 મિનિટના રોકાણ બાદ ફરી બેંગ્લોર માટે બપોરે 4.10 મિનિટે રવાના થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech