ભાજપને ઝટકો : NDAથી અલગ થયું શિરોમણી અકાલી દળ

  • October 28, 2020 02:04 AM 1232 views

મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. વિપક્ષ દ્વારા મોદી સરકારના કૃષિ બિલનો વિરોધ પણ ખેડૂતો સાથે કરવામાં આવી રહ્યો છે. દરમિયાન મોદી સરકારને તેના સાથી શિરોમણી અકાલી દળ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. કૃષિ બિલના વિરોધમાં શિરોમણી અકાલી દળે એનડીએ છોડી દીધું છે.

 

શિરોમણી અકાલી દળ ઘણા સમયથી મોદી સરકાર દ્વારા લાવવામાં આવતા કૃષિ બીલોનો વિરોધ કરી રહ્યું હતું. વિરોધને પગલે અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે તેમના કેન્દ્રીય પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે અકાલી દળે એનડીએનું સમર્થન ચાલુ રાખ્યું હતું, પરંતુ હવે અકાલી દળે એનડીએનો ટેકો પાછો ખેંચી લીધો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application