અજીત ડોભાલને સતત ત્રીજી વખત ફરીથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવવામાં આવ્યા છે. અમિત ખરે અને તરુણ કપૂરને પણ પીએમ મોદીના સલાહકારની જવાબદારી સોંપવામાં આવી છે.
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ અજીત ડોભાલને સતત ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) બનાવવામાં આવ્યા છે. તેઓ ફરી એકવાર એ જ પદ પર રહેશે. આ દરમિયાન વડા પ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા આગામી આદેશો સુધી તે જ પદ પર રહેશે. તેમની નિમણૂક 10 જૂન 2024થી લાગુ થઈ ગઈ છે. પૂર્વ IAS અધિકારી અમિત ખરે અને તરુણ કપૂર પણ આગામી આદેશો સુધી PM મોદીના સલાહકાર તરીકે ચાલુ રહેશે.
2014થી પીએમ સાથે જોડાયેલા
ડૉ. પી.કે. મિશ્રા મુખ્ય સચિવ તરીકે અને અજિત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ચાલુ રહેતા બંને વડાપ્રધાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્ય સલાહકાર બની ગયા છે. ડોભાલ વર્ષ 1968 બેચના IPS અધિકારી, આતંકવાદ વિરોધી બાબતો અને પરમાણુ મુદ્દાઓમાં નિષ્ણાંત છે.
ડૉ. પી.કે. મિશ્રા 1972 બેચના નિવૃત્ત અધિકારી છે, જેઓ ભારત સરકારના કૃષિ સચિવના પદ પરથી નિવૃત્ત થયા બાદ છેલ્લી બે ટર્મથી પીએમ નરેન્દ્ર મોદી સાથે રહ્યા છે. ડૉ.મિશ્રા અને NSA અજીત ડોભાલ બંનેને વડાપ્રધાન મોદીના સૌથી વિશ્વાસુ લોકોમાં ગણવામાં આવે છે. કારણ કે તે બંને 2014માં વડાપ્રધાન બન્યા તે પહેલાથી તેમની સાથે જોડાયેલા છે.
અજીત ડોભાલ આ બાબતોમાં છે નિષ્ણાંત
અજીત ડોભાલે પંજાબમાં IBના ઓપરેશનલ ચીફ તરીકે અને કાશ્મીરમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. જેના કારણે તેમને બંને સંવેદનશીલ વિસ્તારોમાં પાકિસ્તાનના ષડયંત્રને સમજવાનો અનુભવ છે. અજીત ડોભાલને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મધ્ય પૂર્વની સ્થિતિ અને ત્યાંના દેશો સાથેના સંબંધો વિશે ઘણો અનુભવ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech