જો ક્રિસમસ અને નવા વર્ષમાં મેટ્રોપોલિટન શહેરોમાં પ્લેન દ્રારા મુસાફરી કરો છો, તો ગયા વર્ષની સરખામણીમાં ઓછું ભાડું ચૂકવવું પડશે પરંતુ જો કોઈપણ પર્યટન સ્થળ અથવા ધાર્મિક શહેરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો વધુ ખર્ચ કરવો પડી શકે છે. ૨૪ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી, ૨૦૨૫ વચ્ચેની મુસાફરી માટે મેટ્રો શહેરો વચ્ચેની એર ટિકિટના ભાવમાં ૨૮ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
જયારે જયપુર–ઉદયપુર, દેહરાદૂન જેવા શહેરોના હવાઈ ભાડામાં ૧૮ ટકા સુધીનો વધારો થયો છે. આ વર્ષે, લોકો નવા વર્ષ પર ધાર્મિક શહેરોની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે, જેના કારણે વારાણસી માટે બુકિંગ ૬૬૯ ટકા અને તિપતિ માટે ૬૭ ટકા વધ્યું છે. દરમિયાન, સરકાર એરપોર્ટ પર લાઇટસનું સંચાલન વધારવાની તૈયારી કરી રહી છે. નાદાર થઇ ગયેલા ગો ફસ્ર્ટ એરલાઇન્સના સ્લોટ ટૂંક સમયમાં દેશની અન્ય એરલાઇન્સને ફાળવવામાં આવી શકે છે. કેન્દ્ર આ અંગે એક સમિતિ બનાવવા જઈ રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે આ કવાયતથી એરપોર્ટ પર લાઈટસની સંખ્યામાં વધારો થવાની આશા છે.
જેટ એરવેઝે કામગીરી બધં કર્યા પછી, તેના ૮૧૦ સ્લોટ અન્ય એરલાઈન્સને વહેંચવામાં આવ્યા હતા. એરપોર્ટ પર સુવિધાઓ મર્યાદિત છે, તેથી તમામ એરલાઇન્સને એક જ સમયે તેનો ઉપયોગ કરવાની પરવાનગી દઈ શકાય નહીં. તેમના માટે એક નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન જ એરલાઇનને રનવે, ટર્મિનલ અને અન્ય સુવિધાઓનો ઉપયોગ કરવાનો અધિકાર મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech