વાયુસેનાને પાઈલટોની તાલીમ માટે સ્વદેશી ટ્રેનિંગ એરક્રાટ તેજસ મળ્યું

  • October 05, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીન અને પાકિસ્તાન સંયુકત રીતે ફાઈટર એરક્રાટ બનાવી રહ્યા હોવાની માહિતી વચ્ચે ભારતે ચીન અને પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડે ભારતીય વાયુસેનાને પ્રથમ લાઈટ કોમ્બેટ ટીન–સીટર ટ્રેનર એરક્રાટ તેજસ સેના ને પ્રશિક્ષણ માટે સોંપ્યું. આ ટ્રેનિંગ એરક્રાટ બે સીટર છે. કોઈપણ હવામાનમાં ઉડવા માટે સક્ષમ આ વિમાન અત્યતં હલકું છે. સૌથી મોટી વાત એ છે કે જો જર પડે તો આ એરક્રાટને માત્ર થોડા જ કલાકોમાં ફાઈટર એરક્રાટમાં બદલી શકાય છે. તે સુખોઈ, રાફેલ, મિરાજ અને મિગ કરતા હળવા છે.આ વિમાનનું વજન માત્ર ૬૫૦૦ કિલો છે.
તેજસની લંબાઈ ૧૩.૨ મીટર, પહોળાઈ ૮.૨ મીટર અને ઐંચાઈ ૪.૪ મીટર છે. એરક્રાટની સ્પીડ મેક ૧.૬ છે. તે ૫૦ હજાર ફટની ઉંચાઈ સુધી પહોંચી શકે છે. તેજસ માત્ર ૪૬૦ મીટરના રનવે પર ટેક ઓફ કરવાની ક્ષમતા ધરાવે છે. આ એરક્રાટમાં હથિયારો માટે નવ પોઈન્ટ છે. તે ૨૨૦૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે અને છ અલગ–અલગ પ્રકારની મિસાઈલ લઈ જવા માટે સક્ષમ છે. તેમાં સ્થાપિત ઇઝરાયેલી રડાર –૨૦૫૨ તેને વધુ ઘાતક બનાવે છે. તે એક સાથે ૧૦ ટાર્ગેટને હિટ કરી શકે છે.આવતા વર્ષે આઠ એરક્રાટ ઉપલબ્ધ થશે. હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડના ચેરમેન સીબી અનંતક્રિષ્નને કર્ણાટકના બેંગલુમાં ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીને એરક્રાટનું નાનું મોડલ આપ્યું હતું.


તેજસમાં આટલું સ્વદેશી છે

તેજસમાં ઇલેકટ્રોનિક સ્કેન કરેલ રે એઈએસઈ રડાર સ્વદેશી છે. તેજસમાં ફીટ કરવામાં આવેલ બીવીઆર મિસાઈલ સ્વદેશી છે. તેજસમાં આધુનિક ઈલેકટ્રોનિક વોરફેર સ્યુટ સ્વદેશી છે. તેજસમાં એર–ટુ–એર રિયુઅલિંગ સાધનો સ્વદેશી છે. તેજસેમાં ૫૦ ટકાથી વધુ સાધનો સ્વદેશી છે.

એરક્રાટની તાકાત અને વિશેષતા
લાઈટ કોમ્બેટ ટીન–સીટર ટ્રેનર એરક્રાટ તેજસ એ ટીન સીટર લાઈટ વેટ એરક્રાટ છે. આ એરક્રાટ બધી જ સિઝનમાં તેની ભૂમિકા ભજવી શકે છે. તે એક ઓલ–વેધર મલ્ટી–રોલ ૪.૫ જનરેશન એરક્રાટ છે. એરક્રાટની મહત્તમ સ્પીડ મેક ૧.૬ છે. એરક્રાટ ૫૦,૦૦૦ ફટની ઉંચાઈ સુધી ઉડી શકે છે. આ એરક્રાટ બનાવવામાં ૨૮૦ કરોડ પિયાનો ખર્ચ થયો છે. લાઈટ કોમ્બેટ ટીન–સીટર ટ્રેનર એરક્રાટની લંબાઈ ૧૩.૨ મીટર, પહોળાઈ ૮.૨ મીટર અને ઐંચાઈ ૪.૪ મીટર છે. તેની ખાસ વાત એ છે કે તે ચાર પેઢીમાંથી સૌથી સસ્તું સ્વદેશી એરક્રાટ છે. આ ટ્રેનર એરક્રાટનું નામએલટી –૨૫૦૧ રાખવામાં આવ્યું છે. તે લીડ–ઇન ફાઇટર ટ્રેનર તરીકે પણ ઓળખાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application