પોરબંદરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રેક્ટર દ્વારા પહોંચાડાઇ મદદ

  • August 30, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં  ટ્રેક્ટર દ્વારા મદદ પહોચાડવામાં આવી હતી.
પોરબંદરના કુંભારવાડા સહિતના ખાડી કાંઠાના વિસ્તારોમાં ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણી ઘૂસી જતા હજારો મકાનો પાણીમાં ડૂબી ગયા છે ત્યારે આ વિસ્તારમાં ટ્રેક્ટર મારફતે આગેવાનોએ મદદ પહોંચાડી હતી.
પોરબંદરમાં ત્રણ દિવસ પડેલા ભારે વરસાદ અને ઓઝત અને ભાદરના પાણી પોરબંદર પંથકમાં ફરી વળ્યા છે ત્યારે કરલી જળાશયથી માંડીને લકડી બંદર સુધીના વિસ્તારમાં આ પૂરના પાણી ફરી વળ્યા છે જેમાં કુંભારવાડા અને ખાડી કાંઠાના અંદાજે ૫૦૦૦ થી વધુ મકાનોની અંદર પાણી ઘૂસી ગયા હોવાથી લોકો ખૂબ જ હેરાન પરેશાન બની ગયા હતા. 
પોરબંદરમાં સેવા પ્રવૃત્તિઓ માટે હર હંમેશ તત્પર અને સક્રિય રહેતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને તેમની ટીમના સભ્યો ધર્મેશભાઈ પરમાર સહિત યુવાનોએ ટ્રેક્ટર માં જઈને આ વિસ્તારની મુલાકાત લીધી હતી તથા જ‚રિયાત મુજબનું ભોજન સહિત ફૂડ પેકેટ પુરા પાડ્યા હતા એટલું જ નહીં પરંતુ સ્થળાંતરની જ‚રિયાત હતી ત્યાં લોકોનું સ્થળાંતર પણ કરાવવામાં તેઓ મદદ ‚પ બન્યા હતા. પોરબંદરમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સેવાની જુદી જુદી પ્રવૃત્તિઓના માધ્યમથી રામદેવભાઈ મોઢવાડિયા અને તેમની ટીમ સહુને મદદ‚પ બની રહી છે ત્યારે લોકોએ પણ તેમને આવકાર આપ્યો છે. ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીના મેળામાં ધંધો કરવા આવેલા લોકો થી માંડીને નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને પૂરતું ભોજન મળી રહે તે માટે રામદેવભાઈ મોઢવાડિયા તેમના નિવાસસ્થાન ખાતે જ પહેલા દિવસે ગરમાગરમ ભોજન બનાવડાવ્યું હતું અને ત્યારબાદ કાયમી ધોરણે આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે ત્યારે તેમની આ કામગીરીને શહેરીજનો બિરદાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application