અમદાવાદના જાણીતા ટ્રુ વેલ્યુ બિલ્ડર પર EDના દરોડા, 6 ટીમએ ઓફિસ અને ઘર ખાતે તપાસ કરી શરુ

  • October 29, 2020 08:58 PM 1181 views

અમદાવાદમાં ઈડીની 6 ટીમે જાણીતા બિલ્ડરને ત્યાં દરોડા કર્યા છે. અમદાવાદના પ્રખ્યાત બિલ્ડર ગૃપ ટ્રુ વેલ્યુને ત્યાં ઈડીના દરોડા થયા છે. ઈડીની 6 ટીમો બિલ્ડરની સેટેલાઈટ ખાતેની ઓફિસ, મકાન સહિતની મિલકતો પર ત્રાટકી છે. ઈડીના દરોડા થતાં બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. જાણવા મળ્યાનુસાર ઈડીના અધિકારીઓ ટ્રુ વેલ્યુ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના વ્યવહાર અંગે તપાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ટ્રુ વેલ્યુ કન્સલ્ટન્ટના પ્રમોટર મનિષ શાહ અને સમીર મહેશ્વરી છે. મનીષ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપનીઓને મોટી લોન અપાવવાનું કામ કરતાં હતા. જેને પગલે અનેક કંપનીઓએ લોન નહીં ભરી હોવાના મામલે ટ્રુ વેલ્યુ ગ્રૂપની સંડોવણીની શંકા સેવાઈ રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application