રાજકોટમાં ચાર માસ પૂર્વે જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ પાસેથી પોલીસે ફ્રત્પટના ધંધાર્થીને ૧.૯૫ લાખના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જેમાં મુખ્ય સપ્લાયર તરીકે અમદાવાદી શખસનું નામ ખુલ્યું હતું. દરમિયાન એલસીબી ઝોન–૨ ની ટીમે આ મામલે તપાસ હાથ ધરી મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ઢોઢર ગામેથી ડ્રગ્સના મુખ્ય સપ્લાયરની ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ,એલસીબી ઝોન–૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, ચાર માસ પૂર્વે નવી કોર્ટ બિલ્ડિંગ પાસેથી ઝડપાયેલ એમડી ડ્રગ્સ પ્રકરણમાં મુખ્ય સપ્લાયર હાલ મધ્યપ્રદેશમાં છે. જેથી એલસીબીની ટીમે અહીં મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ઢોઢર ગામે પહોંચી ડ્રગ્સના મુખ્ય સપ્લાયર અખ્તરખાન મીરમહંમદખાન પઠાણ (ઉ.વ ૫૪ રહે. માચીસની ચાલી ગોમતીપુર, અમદાવાદ હાલ, ઢોઢર,રતલામ) ને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી અખ્તર પઠાણ સામે અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ, મારામારી તથા અમદાવાદ ડીસીબીમાં એનડીપીએસનો ગુનો નોંધાઇ ચૂકયો છે.રાજકોટ અને અમદાવાદમાં ગુનો નોંધાયા બાદ આરોપી મધ્યપ્રેદશમાં નાસી ગયો હતો અને અહીં મજુરીકામ કરતો હતો. આરોપી અહીં રાજકોટ અને સૌરાષ્ટ્ર્રમાં કોને માદક પદાર્થની સપ્લાય કરતો હતો સહિતની બાબતો અંગે તપાસ કરવા ઝડપાયેલા આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેનીય છે કે, ગત વર્ષ ઓકટોબર માસમાં રાજકોટમાં જામનગર રોડ નવી કોર્ટ બિલ્ડીંગની સામે કાચા રસ્તા ઉપર મેલડીમાના મંદિરની સામેથી મેફેડ્રોનના જથ્થા સાથે જલાલમીયા તાલબમીયા કાદરી (ઉ.વ. ૫૧ રાજકોટ)ને એસઓજીની ટીમે ઝડપી પાડી તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ૧૯.૫૨ ગ્રામ જેની કિંમત પિયા ૧.૯૫ લાખ, મોપેડ અને મોબાઈલ સહિત ૨.૫૦ લાખથી વધુનો મુદામાલ જ કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech