અમદાવાદ : કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ કાપડના ગોડાઉનની છત ધરાશાયી, 9 લોકોના મોત

  • November 04, 2020 04:16 PM 945 views

આ અંગે જાણવા મળ્યાનુસાર શહેરા પીરાણા-પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં બપોરના સમયે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો.  જ્યાર બાદ આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે 24 ફાયરફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ આગની ચપેટમાં આસપાસના 9 ગોડાઉન પણ આવી ગયા હતા. જેમાં એક કાપડના ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. 

આ 9 ગોડાઉનમાં 20થી વધુ લોકો ફસાયા હતા જેમાંથી 9 લોકોના મોત થયા છે જ્યારે 2ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. નાનુભાઈ એસ્ટેટની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે એક મોટો ખુલાસો પણ થયો છે. જાણવા મળ્યું છે કે આ ફેક્ટરી ગેરકાયદે ચાલતી હતી. તેના માટે કોઈપણ પ્રકારની નોંધણી પણ કરાવવામાં આવી ન હતી. આગને કાબૂમાં લીધા બાદ ફાયરની ટીમે બચાવ કામગીરી શરુ કરી છે. આ મામલે હવે પોલીસે ગોડાઉનના માલિકની પુછપરછ શરુ કરી છે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application