આ અમદાવાદીએ પ્લાસ્ટિકમાંથી તૈયાર કર્યા પીપીઈ કીટ થીમના નવરાત્રિ કોસ્ચ્યુમ, કારણ છે ખાસ

  • October 28, 2020 02:04 AM 1289 views

કોરોના વાયરસનું સંક્રમણ જે રીતે ફેલાઈ રહ્યું છે તેને અને આગામી દિવસોમાં શરુ થનાર નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકારે નવરાત્રિ પર રોક લગાવી છે. હાલની સ્થિતિમાં લોકોના સ્વાસ્થનું સુખાકારી માટે આ નિર્ણય લેવાયો છે. જો કે તેનાથી હજારો ખેલૈયાઓને હવે આવતા વર્ષ સુધી ગરબા રમવા માટ રાહ જોવી પડશે. 


જો કે થોડા દિવસ પહેલા સુધી ખેલૈયાઓને આશા હતી કે કદાચ નવરાત્રિની પરવાનગી મળશે પણ ખરી. તેને ધ્યાનમાં રાખી અને કેટલાક ખેલૈયાઓએ નવરાત્રિ માટે ખાસ કપડા પણ તૈયાર કર્યા છે. આવા જ ખેલૈયામાંથી એક છે અમદાવાદના અનુજ. ગરબાના શોખીન એવા અનુજે આ વર્ષે પ્લાસ્ટિકમાંથી પીપીઈ કીટ થીમના અને કોરોના વોરિયર્સને થેન્ક યુ કહેતા કપડા તૈયાર કર્યા છે. 


જણાવી દઈએ કે દર વર્ષે નવરાત્રિ પર જે ટ્રેંડ ચાલતો હોય તે અનુસાર ખેલૈયાઓ કપડા પહેરતા હોય છે ત્યારે આ વર્ષે કોરોના છે જેના કારણે ગરબા તો થશે નહીં પરંતુ આ અમદાવાદીએ સરકારથી લઈ કોરોના વોરિયર્સનો આભાર માનવા આ ખાસ કપડા તૈયાર કર્યા છે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application